________________
પુરાવો છે.
આ ધર્મકથાથી જણાય છે કે ચારિત્રના વિરાધક સાધકો પણ જો શ્રદ્ધામાં દેઢ હોય તો તે વિરાધક થવા છતાં અનંત સંસાર પ્રરિભ્રમણ કરતા નથી. ચારિત્રની વિરાધનાને પરિણામે તે નિમ્ન જાતિના દેવ-દેવી તરીકે જન્મ ધારણ કરે છે. પરંતુ ફરી મનુષ્ય જન્મ ધારણ કરી આરાધના કરીને સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરી શકે છે.
સાવધાન રહેનાર સંયમી સાધક પોતાના આત્માની અધોગતિથી સુરક્ષા કરી અંતે સદ્ગતિ પ્રાપ્ત કરી શકે છે.
આ વર્ગના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે લોકમાં લક્ષ્મી, સરસ્વતી, આદિ દેવીઓની પ્રતિષ્ઠા અને જિનમંદિરોમાં મણિભદ્ર, પૂર્ણભદ્ર દેવોની પૂજા પ્રતિષ્ઠા કરવામાં આવે છે તે એક પ્રકારની ભક્તિનું દર્શન હશે પરંતુ તે સર્વ ભૌતિક સુખની અપેક્ષાએ થાય છે. વીતરાગ ધર્મ તો લૌક્કિ આશાથી પર રહીને માત્ર આત્મસાધના કરવાનો ઉપદેશ આપે છે.
-:શ્રી કલ્પવડિસિયાઃ
સમસ્ત બ્રહ્માંડ અર્થાત સંપૂર્ણ લોકનું સ્વરૂપ જાણવું તેમજ વસ્તુ તત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાના વિષયમાં ભારતીય દર્શનમાં સામાન્યતઃ ૮ પ્રમાણ દર્શાવ્યા છે. તેમાનું એક પ્રમાણ આગમ છે. અને તેમાનું એક આગમ શ્રી કપ્પવર્ડિસિયા સૂત્ર છે. શ્રી કપ્પવર્ડિસિયા આગમ વિશે ડૉ.પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
કલ્પ એટલે કલ્પ અને વિડૈિસિયા એટલે વસવું તે. કલ્પ શબ્દનો પ્રયોગ સૌધર્મથી અચ્યુત સુધીના બાર દેવલોક માટે પ્રયુક્ત થયો છે. જે જીવો મનુષ્ય ભવમાં તપ-સંયમની આરાધના કરી કલ્પ દેવલોકમાં ઊપજે છે તેમનો અધિકાર આ આગમમાં છે. તેથી તેનું નામ કલ્પવર્ડિસિયા રાખ્યું છે. આ આગમ અર્ધમાગધી ભાષામાં રચાયું છે. આ આગમમાં શ્રેણિકરાજાના દસ પૌત્રોના કથાવર્ણન છે. ગદ્યશૈલીમાં દસ અધ્યયનમાં પંદર ગદ્યાંશમાં જ સંપૂર્ણ ઉપાંગ રચાયું છે.’’
૨૮
વિષય વસ્તુઃ- આ શ્રી અનુત્તરોપપાતિક દશાંગ સૂત્રનું ઉપાંગ છે. આ ઉપાંગમાં દસ અધ્યયન છે. તેના નામ આ પ્રમાણે છે. પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પદ્મસેન, પદ્મગુલ્મ, નલિનીગુલ્મ, આનંદ અને નંદન, આ દસેય શ્રેણિકરાજાના પૌત્રો હતા. જેઓએ પ્રભુ મહાવીરનો ઉપદેશ સાંભળી વૈરાગ્યવાસિત થઇ દીક્ષા અંગીકાર કરી પાંચ વર્ષ સુધી શ્રમણ ધર્મ પાળ્યો. ૧૧ અંગસૂત્રનું અધ્યયન કરી ઉત્કૃષ્ટ તપ કર્યું. અંતમાં એક માસનો સંથારો કરી કાળ પ્રાપ્ત થતાં સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
112