________________
હેતુનું રહસ્ય સમજાવ્યું છે. અગિયારમું ઉપાંગ પૂચિલા-પૂષ્પચૂલિકા છે. આ સૂત્ર વિશે ડૉ. પાર્વતી નેણશી ખીરાણી કહે છે કે,
“આ સૂત્રમાં પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં “પૂષ્પચૂલા” નામની પ્રવર્તિની સાધ્વીજી પાસે દીક્ષિત દસ સ્ત્રીઓનું કથાનક છે. તેથી આ સૂત્રનું નામ “પૂષ્પચૂલિકા” છે. આ સૂત્ર ગદ્ય શૈલીમાં છે. ૨૩ ગદ્યાશ છે.” વિષય વસ્તુ - આ ઉપાંગના પણ દસ અધ્યયન છે. આ દસ અધ્યયનોના નામ આ પ્રમાણે છે. ૧.શ્રીદેવી, ર.દેવી, ૩. ધૃતિદેવી, ૪. કીર્તિદેવી, પ.બુદ્ધિદેવી, ૬.લક્ષ્મીદેવી, ૭. ઇલાદેવી, ૮.સુરાદેવી, ૯.રસદેવી, ૧૦.ગન્ધદેવી, આ દસે અધ્યયનમાં વર્ણિત દેવીઓ સૌધર્મ કલ્પમાં પોતપોતાના નામના અનુરૂપ વિમાનોમાં ઉત્પન્ન થઈ હતી. એમણે રાજગૃહી નગરીમાં સમોસરણમાં બિરાજીત ભગવાન મહાવીરને જોયા. પૂર્વ સંસ્કારને વશ પ્રભુ પ્રત્યે ભક્તિ ભાવ દર્શાવવા ત્યાં આવીને નૃત્ય આદિ પ્રદર્શિત કરીને સ્વસ્થાને પ્રસ્થાન કર્યું. એમના ગયા પછી ગણધર પ્રભુ ગૌતમ સ્વામીએ જિજ્ઞાસા વ્યક્ત કરી. ત્યારે ભગવાને એમના પૂર્વ ભવનું કથન કર્યું કે આ દસે દેવીઓ ભગવાન પાર્શ્વનાથના શાસનમાં પૂષ્પચૂલિકા આર્યા પાસે દીક્ષિત થઈ હતી. કાલાંતરે બધી દેવીઓ શરીર બકુશિકા થઈ ગઈ. મહાસતીજી પૂષ્પચૂલિકા આર્યાએ એમને સમજાવ્યું છે. જે આ શ્રમણાચારને યોગ્ય નથી. છતાં તેઓ માની નહિ અને ઉપાશ્રયથી નીકળીને નિરંકુશ રોકટોક રહિત સ્વચ્છંદ મતિ થઈને વારંવાર હાથપગ ધોવા, શરીરની વિભૂષા કરવી, વગેરે કરવા લાગી, કાયાની માયામાં ફસાઈને પોતાના દોષોની આલોચના ન કરવાના કારણે સંયમ વિરાધક બનીને પ્રથમ દેવલોકમાં દેવીઓ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાં એક પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. સંયમ તપની શુદ્ધ આરાધના કરીને સિદ્ધગતિને પ્રાપ્ત કરશે.
ઐતિહાસિક રીતે વિચારતાં આ ઉપાંગ અત્યંત અધિક મહત્ત્વનું છે. વર્તમાને ભગવાન મહાવીરના શાસનની સાધ્વીઓનો ઇતિહાસ મેળવવામાં કઠિનતા પ્રાપ્ત થાય છે. ત્યારે આ ઉપાંગમાં તો ભગવાન પાર્શ્વનાથના શાસનની સાધ્વીઓનું વર્ણન જોવા મળે છે. ઉપસંહારઃ- આજે જ્યારે સ્ત્રી સમોવડીની વાતો થાય છે. ત્યારે આ સૂત્રના અધ્યયનથી ખ્યાલ આવે છે કે જેનદર્શનમાં સમગ્ર વ્યવહારમાં સ્ત્રી જાતિને સમાન હક હતો. જૈન આગમોમાં મુક્તિ પર્વતની સર્વ યોગ્યતા જણાવીને સ્ત્રી જાતિને પણ સરખું મહત્ત્વ આપ્યું છે. અનેક સૂત્રોમાં સાધ્વીજીઓના જીવન વર્ણન છે એ જ એનો
111