________________
- રાયપાસેણીય(રાજપ્રશ્નીય) સૂત્રઃરાજપ્રશ્નીય સૂત્ર વિશે ગુણવંતરાય બરવાળિયા કહે છે કે,
શ્રી રાયપાસેણીય સૂત્ર વાંચતા ગુરુનો સમાગમ થતાં પ્રદેશી રાજાના જીવન પરિવર્તનનું વર્ણન વાંચી ગમે તેવા પાપી જીવ પણ અધ્યાત્મની ઊંચી દશા સુધી પહોંચી શકે છે તેની પ્રતીતિ થાય છે. સંત સમાગમ, વ્યક્તિ પર કેવો મહાન ઉપકાર કરે છે અને તેને દેવલોકના સુખ અપાવી શકે અને પરમપદને પણ પ્રાપ્ત કરાવી શકે છે, તે પ્રેરણાદાયી હકીકતનું આલેખન છે. પોતાની રાઈટ આઇડેન્ટીટી જાણવા ઇચ્છુક સાધકો માટે રાયપાસેણી સૂત્ર ઉપકારક બની રહેશે."* શ્રી રાયપરોણીય સૂત્ર વિશે વિદ્વાન ડૉ.કલાબેન એમ. શાહ કહે છે કે,
શ્રી રાજપ્રગ્બીચ સૂત્ર કથા સૂત્રોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અન્ય કથા સૂત્રો નવલિકા સંગ્રહ જેવા છે પરંતુ આ સૂત્ર નવલકથા જેવું છે. જેમાં રાજા પ્રદેશની સળંગ ભવકથા છે. સંતના સમાગમ પ્રદેશી રાજાની પરિવર્તન પામેલી જીવનચર્ચા જ આ સૂત્રનું તેજસ્વી કિરણ છે. પ્રદેશ રાજા પ્રયોગ દ્વારા વસ્તુતત્ત્વને શોધનારો શોધક હતો. આત્માને શોધવા તેણે ઘણો શ્રમ કર્યો પણ તે શ્રમ વિપરીત હતો તેથી તે નિષ્ફળ ગયો. આત્મશોધની તાલાવેલીના કારણે તેણે કેશી શ્રમણ સાથે પ્રશ્ન ચર્ચા કરી અને કેશી શ્રમણના સંગે તે સત્યને સમજ્યો. આત્મ તત્વનો અનુભવ તેણે કર્યો અને વ્રત-નિયમનું પાલન કરી ક્ષમાના ઉત્તમ પરિણામો સાથે આરાધક ભાવે મૃત્યુ પામી સૂર્યાભદેવની સૂર્ય જેવી સ્થિતિને પામ્યો.” રાયપાસેણીય સૂત્ર વિશે બા.બ્ર.પૂ.લીલમબાઈ મ.સા. કહે છે કે,
પ્રસ્તુત સૂત્રમાં પ્રદેશ રાજાની પ્રાચીન ઘટના હોવા છતાં અર્વાચીન લોકોના નાસ્તિકપણાને, સ્વાર્થને, સ્વજન પરિજન સાથેના રાગદ્વેષને, હિંસાદિ ક્રૂર પરિણામ ઈત્યાદિ ભાવોનો નાશ કરે છે. પાપી પણ પુણ્યશાળી બને છે. દુષ્ટાત્મા સુખુ બની દિવ્ય સુખોપભોગમાં ઉત્પન્ન થાય છે. પાપના પલટાથી પ્રાપ્ત થતા પુણ્યના પુંજના પુંજ, દેવલોકમાં જ્યાં જ્યાં શાશ્વત દિવ્ય સામગ્રી નકશીદાર શિલ્પથી સ્વાભાવિક, શરીરના દરેક અંગોપાંગ માટે સુખાવહ સુવા, રહેવા, બેસવા, પહેરવા આદિ આકારે આકારિત થઈ ત્યાં લઈ જાય છે અને ત્યાંથી પુણ્યરૂપી સખા સહયોગ આપીને પરમધામમાં પહોંચાડે છે. આવી સંજીવની ભરેલું જડબુટ્ટી સમું આ સૂત્ર છે.” પૂ.શ્રી જયંતમુનિ મ.સા. રાજપ્રશ્નીચ સૂત્ર” વિશે કહે છે કે,
આ સૂત્ર નાસ્તિકતા, સ્વાર્થ અને ઉચ્ચકોટિના ત્યાગનું જાણે એક સાહિત્યરત્ન
104