________________
શોભાવવો જોઈએ. જે આ દશે શ્રાવકોનાં અધ્યયન ચિંતન મનન કરાવે છે.
- બીજા અધ્યયનમાં કામદેવ શ્રાવકને ધર્મ સાધનામાં દેવકૃત ઉપસર્ગ આવ્યો. દેવે પિશાચ, હાથી અને સર્પનું વેક્રિય રૂપ કરી કામદેવને ધર્મશ્રધ્ધાથી વિચલિત કરવા માટે પ્રયત્નો કર્યા પણ દેવ તેમાં સફળ થયો નહિ. ધર્મ કરનાર વ્યકિતને કોઇ પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી. પરંતુ ધર્મશ્રધ્ધા એ વ્યકિતને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ આપી ધર્મમાં દઢ બનાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ કામદેવનું અધ્યયન છે. એવા પ્રિયધર્મી ને દઢધર્મી શ્રાવકના વખાણ ખુદ ભગવાન મહાવીર કરે
ચુલની પિતા, સુરાદેવ, ચુલ્લશતક અને સકડાલ એ ચારેયને દેવકૃત-ઉપસર્ગ પાળ્યો. દેવે ક્રમશઃ ત્રણ પુત્ર વધ કર્યા ત્યાં સુધી તેઓ ચલિત ન થયા પણ ચુલની પિતાને માતાની મમતા નડી. માતૃ વધની ધમકીથી ચલિત થયાને વ્રત ભંગ થયો. પણ માતાની પ્રેરણાથી પ્રાયશ્ચિત કર્યું. સુરાદેવ શ્રાવકને શરીરના રોગ ઉત્પન્ન કરવાની ધમકી આપીને તેઓ ચલિત થયા પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કર્યું. ચુલ્લશતક શ્રાવક સર્વ સંપત્તિ વેરવિખેર કરવાની ધમકીથી ચલિત થયાને તેઓ પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત કરે છે. સકડાલપુત્ર શ્રાવક પત્ની વધની ધમકીથી વ્રત ભંગ થાય છે. પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. ધર્મ સાધનામાં જો કોઈ નડતર રૂપ હોય ને મનને અસ્થિર કરનારું હોય તો શરીર, સંબંધ અને સંપત્તિ છે, જે આપણી નબળી કડી છે.
કુંડકૌલિકની શ્રધ્ધા સમજણપૂર્વકની હતી. તેથી જ દેવના કથનથી તેઓ ચલિત થયા નહિ એટલું જ નહિ યુક્તિપૂર્વક નિયતિવાદનું ખંડન કરીને દેવને નિરુત્તર કરી શક્યા. ખુદ પ્રભુ મહાવીરે કુંડકૌલિકને ધન્યવાદ આપ્યા.
સકલાલપુત્રના અધ્યયનમાં સકલાલ પુત્રને પ્રભુ મહાવીર સાથે નિયતિવાદ વિષયક થયેલી ચર્ચાનું નિરૂપણ છે. પ્રભુએ સકલાલપુત્રને તેના રોજિંદા કાર્ય ઉપરથી જ પુરુષાર્થવાદની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવી. આપણે દરેક કાર્ય પુરુષાર્થ વિના શક્ય જ નથી. સકલાલપુત્ર જાતિથી કુંભાર હતા, પાંચસો કુંભાર શાળાઓમાં માલિક હતા. છતાં તેમના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેમને શ્રધ્ધા ગોશાળાના નિયતિવાદમાં હતી. પરંતુ પ્રભુના પ્રથમ સમાગમે, સત્ય સમજાતાં, આગ્રહ છોડીને સત્ તત્વને સ્વીકારી લીધું.
અન્ય શ્રાવકના અધ્યયનમાં ઉપસર્ગ દેવકૃત હતો પણ મહાશતકના જીવનમાં તેમની પત્ની રેવતી દ્વારા પ્રતિકૂળ સંયોગો મળે છે. મહાશતક દઢધર્મીને પ્રિયધર્મી શ્રાવક હતા. તેમને ચલિત કરવા રેવતી કુચેષ્ટાઓ કરતી. ત્યારે અંતિમ આરાધનામાં
90