________________
દશ અધ્યયનમાંથી બે અધ્યયન-૯ અને૧૦મામાં કોઈ વિશેષતા નથી. તેમની ધર્મ સાધનામાં પુણ્યાનુયોગે કોઈ ઉપસર્ગ ન આવ્યો. વિશેષતાવાળા અધ્યયનમાં આનંદ શ્રાવકની દઢતા, કામદેવની વતની દઢતા, કુંડકૌલિકની તત્વની સમજણ, સકલાલ પુત્રની સરળતા અને મહાશતકની પત્નીનો પ્રતિકૂળ સંયોગ છતાં ધર્મોપાસનામાં દેઢતા રાખી એ પ્રેરણાદાયી અધ્યયનો છે.
જિનશાસન ગુણપ્રધાન છે. વેશપ્રધાન નથી તે આનંદ શ્રાવકના અને ગૌતમ સ્વામીના વ્યવહાર પરથી સિદ્ધ થાય છે. આનંદ શ્રાવકના આમરણાંત અનશનના સમાચાર મળતાં જ ગૌતમસ્વામીનું સ્વયં ત્યાં જવું, તેના અવધિજ્ઞાન વિષયક વાર્તાલાપ કરવો વગેરે પ્રસંગો ગૌતમ સ્વામીની ગુણદષ્ટિને પ્રગટ કરે છે.
આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની વિશાળતા વિષયક શંકા થતાં અત્યંત સરળતાથી પ્રભુ પાસે તેનું સમાધાન કરવું, એટલું જ નહિ પરંતુ ગૃહસ્થના ઘરે જઈ ક્ષમાયાચના કરવી એ ગૌતમસ્વામીની મહાન સરળતા, નમ્રતા અને પ્રભુ પ્રત્યેની સાચી નિષ્ઠાને આંતરશ્રધ્ધા છતી કરે છે. અહીં ઉલ્લેખનીય તો એ છે કે ગૌતમ સ્વામી પોતે ૧૪ પૂર્વધારી, દ્વાદશાંગી ધારક, ૪ જ્ઞાનના ધણી, પ૦,૦૦૦ સાધુઓના નાયક, ૮૦ વર્ષની ઉંમર, ૩૦ વર્ષની દીક્ષા પર્યાય અને છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હતા. આવા જ્ઞાની, તપસ્વી, ઉત્તમ પદના ધારક હોવા છતાં પણ સ્કૂલના થઈ શકે છે. ત્યારે કોઇપણ જાતનો આગ્રહ રાખ્યા વિના સત્ય સ્વીકારી, ક્ષમાયાચના કરી તે તેમનો ઉત્તમ ગુણ છે.
મહાશતક સિવાય નવે શ્રાવકોનું પારિવારિક જીવન સુખી હતું. તેઓએ તેમની પત્નીને ધર્મ કરવા માટે, તીર્થકરના દર્શન કરવા માટે કોઇ જાતનું દબાણ કર્યું નથી પણ પ્રેરણા આપી છે. જે આજે ઘણી જ અનુકરણીય લાગે છે.
વર્તમાનમાં ગૃહસ્થ સાધકો માટે આનંદ આદિ દશે શ્રાવકોનું જીવન દિશા સૂચક છે. પોતાના ઘરમાં કેવળ ભોગવિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું જોઈએ.
દશે શ્રાવકો પાસે કરોડોની સોના મહોર હોવા છતાં પ્રચુર સંપત્તિ અને ગોધન હોવા છતાં તેમને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી, અલ્પ-પરિગ્રહી શ્રાવક કહ્યા કારણકે વ્રત સ્વીકારતી વખતે તેમની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ સંતોષ રાખ્યો. ઈચ્છાઓને સંયમિત કરી માટે સીમિત પરિગ્રહવાળા કહેવાય છે. અને જ્યારે પોતાને નિવૃત થવું હતું તે સમયે છોડી પણ શક્યા. વ્યક્તિએ પોતાની નિવૃતિ સમયની એક મર્યાદા રાખવી જોઇએ. સાંસારિક અને સામાજિક જવાબદારીમાંથી નિવૃતિ લઇ સ્વેચ્છાથી ઘર-ધંધાનો કારભાર પુત્રને સોંપી વાનપ્રસ્થાશ્રમને ધર્મારાધનાથી
89