SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યવર્યના યુગમાં રાસ, રાસડા તથા ડાંડિયા રાસ આદિ વિવિધ નૃત્યગાનોનો ચૈત્યગૃહોમાં વિશેષ પ્રચાર હતો. મંદિરોમાં નાટક પણ ભજવવામાં આવતું હતું. તાલારાસક તેમ જ વિવિધ વાજિંત્રોનું પણ વાદન થતું હતું. વિવિધ પ્રકારથી લોકો પોતાના ભક્તિભાવોને પ્રદર્શિત કરતા હતા. આચાર્યશ્રીનું કહેવું હતું કે, જિન મંદિરોમાં ઉચિત સ્તુતિ, સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, જે જિન સિદ્ધાન્તોને અનુકૂળ હોય. શ્રદ્ધાયુક્ત હોવા છતાં પણ રાતમાં તાલારાસક પ્રદર્શિત થવો જોઈએ નહીં. દિવસમાં પણ મહિલાઓએ પુરુષની સાથે ડાંડિયા રાસ રમવો જોઈએ નહીં અર્થાત્ ચૈત્યગૃહોમાં એવા ગીતવાદ્યોનું પ્રક્ષણ, સ્તુતિ-સ્તોત્ર, ક્રીડાકૌતુકોને વર્જિત માનવા જોઈએ, જેને વિરહાક હરિભદ્રસૂરિ એ ત્યાજ્ય કહ્યું છે. જ્યાં રાત્રિમાં સ્નાન અને પ્રતિષ્ઠા થતી નથી અને જ્યાં સાધુ-સાધ્વી તેમ જ યુવતીઓનો પ્રવેશ રાત્રિમાં થતો નથી, ત્યાં વિલાસિની વારાંગનાઓનોનું નૃત્ય થતું નથી, જિન ચૈત્યમાં રાત્રિના સમયે રથભ્રમણ ક્યારેય પણ કરવામાં આવતું નથી. અને ત્યાં લટુકરાસ કરતા પુરુષોને પણ રોકવામાં આવતા હતા. કારણ કે – જ્યાં વારાંગનાઓ નવયૌવન હોય છે તે શ્રાવકોનું (ધર્માધ્યવસાયથી) અધઃપતન કરાવવા લાગે છે. તેનાથી શ્રાવકનું ચિત્ત વિક્ષિપ્ત થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો શ્રાવક માનસિક ઢંગથી ક્ષુબ્ધ થઈ જાય છે. આ પ્રમાણે સમય સાથે તે શ્રાવક શનૈઃ શનૈઃ પથભ્રષ્ટ થઈ જાય છે. પોતાના સ્થાનથી ઉન્નતિના પથની જગ્યાએ અવનતિના પથ પર આગળ વધવા લાગે છે. ઘણા બધા લોકો તો રાગાધ થઈને વારાંગનાઓમાં લિપ્ત થવા લાગે છે. વારાંગનાઓના મુખાવલોકનમાં તલ્લીન જિનેશ્વરના મુખકમળથી વિરહી થવા લાગે છે. અથવા જિનેશ્વરની તરફ તેમની દૃષ્ટિ ઓછી થવા લાગે છે. જે લોકો જિનભવનમાં ચિત્ત-શાન્તિ માટે તેમ જ સુખશાન્તિ માટે આવે છે. તે તીક્ષ્ણ કટાક્ષોના આઘાતથી ઘાયલ થઈ જાય છે. તેમનું ક્યારેય પણ પતન થઈ શકે છે. આથી આચાર્યે રાત્રિમાં તાળીરામ અને લકુટરાસને પણ વજ્ય માન્યો છે. સં. ૧૩૨૭ની આસ-પાસ. જિનેશ્વરસૂરિએ શ્રાવક જગડુ ચરિત “સખ્યત્વે મારૂં વડપટ્ટમાં આ મતનું સમર્થન કરવામાં આવ્યું છે.૧૫ १५. प्राचीन काव्यों की रूप परम्परा श्री अगरचंदजी नाहटा. पृ. १३८ ___तालरासु रमणि बह, लडउरासु मूलहु वोरहा ॥ २१ ॥ 484 * જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy