SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થગર્ભ સંસ્કારી અને કવિત્વપૂર્ણ વાણી દ્વારા પ્રગટ થાય એને સુભાષિત કહેવાય. યથાસ્થાને સુભાષિતોનો પ્રયોગ થયો છે જેમ કે (૫૫૭) સ્વાન ન જાણઈ ગંગ સનાન, ઉટ સ્વાદ નહીં નાગર પાન, માખિ ન ગમઈ ચંદન સંગ કાઈ નહીમરગ (૮) વિવિધ દેશીઓ છંદનો પ્રયોગ થયો છે જેમ કે પહેલી ઢાલ ત્રિપદી છે એટલે કે એમાં ચોથું પદ વારંવાર દોહરાવાનું છે જેનો આંચલી પણ કહેવાય ઢાલ-૨ એણિ પરિ રાજા કરંતા રે (ગૌડી) દેશી છે. ઢાલ-૩ વણજારની દેશી ઢાલ-૪ ઉલાલીનો-દેશી ઢોલ-૫ ઘોડીનો ઢાલ-૬ તે ચઢીઓ ઘણમાન ગજે-ધન્યાશ્રી ઢાલ-૭ પ્રણામી તુમ સીમંધરૂજી ઢાલ-૮ બનધ્યન મુનીવર વનિ વસઈ ઢાલ-૯ ત્રિપદી છે ઢાલ-૧૦ ઉલાલીનો ઢાલ-૧૧ સઈસ નગરીગી વણઝાર ઢાલ-૧૨ પહઈલ પ્રણમુચદ્રાયાણનો અધોર ઢાલ-૧૪-કલ્યાણી કરણી સુઝ વિણ સાચો-રાગ-ધન્યાસી આમ ૧૪ ઢાલની અંદર ૧૨ દેશીઓ વાપરવામાં આવી છે (૯) લોકજીવન-ની ખાસ માહિતી પ્રાપ્ત થતી નથી. કદાચ લોકો પૂજામાં શિથિલ થયા હોય કે આશાતનાદિ વધી ગઈ હોય આમે ખંભાત દોમદોમ સાહ્યબી ધરાવતું શહેર હતું તેથી લોકોને ઉપદેશવા આ રાસની રચના થઈ હશે (૧૦) ગુરુપરંપરાનો ઉલ્લેખ છે (૧૧) નામ પણ છે (૧૨) ઉપદેશ-પ્રભુ પ્રત્યે સમર્પિત થઈને જીવવાનો ઉપદેશ છે ૮૪ના ચક્કરમાંથી છૂટવાનો છે અંતે સનંત સુખ પામવાનો ઉપદેશ છે. (૧૩) રસનિષ્પતિ-રસ ભારતીય કાવ્યશાસ્ત્રનો મૂળ આધાર છે. આ એક તાત્ત્વિક કૃતિ હોવાને કારણે તત્ત્વના નિરૂપણ દ્વારા રસનું પાન કરાવે છે. તત્ત્વનો રસ પ્રશમ કે શાંત હોય છે તેથી અહીં પણ પ્રશમ રસનો ખ્યાલ આવે છે કે આ એક કથા-કથન-નગર વર્ણન-પાત્ર વર્ણન-આદિથી મુક્ત એવો તાત્ત્વિક શાંતરસ પ્રધાનરસ છે. આ રાસનું અધ્યયન 474 જૈન રાસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy