________________
૨૧મા સાહિત્ય સમારોહમાં રાસ સાહિત્ય વિશેની વિવિધ ચર્ચા
પાવાપુરી (જિ. સિરોહી-રાજસ્થાન)માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની શીતલ છત્રછાયામાં મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી રૂપ માણેક ભંસાલી ટ્રસ્ટના સૌજન્યથી માર્ચ ૨૦૧૨ના દિવસોમાં જૈનસાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. તેની ઉદ્દઘાટન બેઠકમાં અભ્યાસી વિદ્વાન બીવિજય ઝવેરીએ રાસસાહિત્ય વિશે ભૂમિકા બાંધતા કહ્યું, મધ્યકાલીન સાહિત્યમાં રાસપ્રકાર ખૂબ ખેડાયો છે. આ રાસ શબ્દના મૂળમાં ભલે રસ ન હોય, પણ રાસકૃતિઓમાં રસ તો અવશ્ય હોય જ છે. અહીં કોશાનો શૃંગાર જોવા મળે છે, શ્રીપાલ કથાનો અદ્ભુત રસ મળે, તો ઋષિદત્તા જેવી કથામાં કરુણ૨સ પણ મળે. પરંતુ, આ રસાત્મક સૃષ્ટિથી ઉપર જઈ તેમાં રહેલા પરમ શાંતને પામવો એ આપણું કર્તવ્ય છે. તેમણે રાસસ્વરૂપના પ્રારંભના ટૂંકા સ્વરૂપથી મધ્યકાળમાં થયેલ દીર્ઘસ્વરૂપની ભૂમિકા પણ બાંધી હતી.
‘રાસસાહિત્ય’ સત્રના અધ્યક્ષ તેમ જ એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજીના નિયામક શ્રી જિતેન્દ્ર શાહે આ પ્રસંગે પ્રકાશન પામેલા પ્રેમલ કાપડિયાના ‘શ્રીપાલાસ'ના કલાત્મક ૫ ખંડોની પ્રશંસા કરી હતી. એ સાથે જ શ્રાવક કવિ ઋષભદાસના ‘હીરસૂરિ રાસ’ના ઐતિહાસિક મૂલ્યો તેમ જ સુંદર વર્ણનો દર્શાવી આ રાસને ભાવિ પ્રકલ્પ તરીકે સ્વીકારવા સૂચન કર્યું હતું. શ્રી જિતેન્દ્ર શાહે વિવિધ નિબંધોની પ્રસ્તુતિ અંગે પણ પોતાની રસમય, વિસ્તૃત ચર્ચા રજૂ કરી હતી.
આમ, ૨૧મા સાહિત્ય સમારોહમાં ૮૦ જેટલા રાસવિષયક નિબંધોનું વાચન, કલાત્મક રાસગ્રંથનું વિમોચન તેમ જ સાધ્યક્ષ અને વિદ્વાનોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ રાસસાહિત્યમય બન્યું હતું.
43