________________
વ્યાવહારિક સહજ અને સરળતાથી સમજી શકાય તેવી છે.
રાસકૃતિ તરીકે જગડુરાસ કૃતિ મહત્વની છે. આ વિષયની જૂની પરંપરા છે. મૂળ કથાનક ગડુનું છે.
અલંકા૨ : કૃતિમાં આપણને ઉપમા, રૂપક, દૃષ્ટાંત આદિ અલંકારો જોવા
મળે છે.
ધાર્મિક સ્થિતિ :
જૈનસાહિત્યનો મુખ્ય ઉદ્દેશ રાસ, ચરિત્ર કે પ્રબંધ દ્વારા ધર્મ અને દર્શનના નિગૂઢ સિદ્ધાંતોને સહજ રીતે સમજાવવાનો છે. જગડુ રાસમાં પણ ધાર્મિક બાબતોનો સહજ રીતે નિર્દેશ થયો છે. જગડુ પોતે રોજ નવકા૨ ગણતો તેમ જ સામાયિક, પ્રતિક્રમણ કરી રોજ ઘે૨ જતો એવો ઉલ્લેખ જોવા મળે છે. લેખકે અહીં દાનની બાબત સામાન્ય જન પણ સમજી શકે અને ધારણ કરી શકે તે રીતે સહજતાથી સમજાવી છે.
આ કૃતિમાં દાનકથાનો મુખ્ય ભાગ બને છે. કર્તાનો આશય દાન દ્વારા માનવીય નીતિમત્તાનાં જીવનમૂલ્યોને અને તપ-વ્રતની ઉચ્ચતાને ગાવાનો છે. જૈનધર્મમાં ધર્મ ક૨વા ૫૨ ભા૨ મૂકવામાં આવ્યો છે. ધર્મ માટે કહ્યું
છે કે,
ધરમ ન વાડી વાવીઈ, ધરમ ન વાડી હાટિ વિકાય । ધરમ રૂપિયો ન લખઉ, લખિણ બિમારી તાપ II
ધરમ કરવાથી લાભ થાય છે તેમ જણાવે છે.
ચાર પ્રકારનો ધર્મ કહેવામાં આવ્યો છે. તેમાં પણ પહેલું સ્થાન દાનધર્મનું છે.
ભારતીય સમાજમાં કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવાની એક પ્રથા રહી છે, જે હાલમાં પણ પ્રચલિત છે. આશીર્વાદ મેળવવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. જેનો ઉલ્લેખ જગડુ રાસમાં લેખકે કર્યો છે.
સામાજિક – રાજકીય સ્થિતિ :
પ્રાચીન સમયમાં જેટલા દેશ-વસ્તી એટલી જ ભાષાઓ અને બોલીઓ હતી. ઉદ્યોતનસૂરિની કુવલયમાલામાં પણ આપણને અઢારદેશની ભાષાઓ
386 * જૈન રાસ વિમર્શ