SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાને બચાવી લીધી હતી. વિ.સં. ૧૩૧૫માં આ ભયંકર દુકાળ પડ્યો હોવાથી તે પનરોત૨ કાળ તરીકે ઓળખાય છે. પુરાતન પ્રબંધ સંગ્રહ પ્રમાણે જગડુશાહે પાટણ આવી રાજા વિસલદેવની વિનંતીને માન આપીને પરદેશથી અનાજ મંગાવી ગરીબોને મદદ કરી હતી. તેના આ ઉમદા કાર્ય માટે એ લોકસાહિત્ય અને લોકમાનસમાં અમર બની ગયો. ગુજરાતના રાજા વાઘેલાના શાસન દરમિયાન તેનું અવસાન થયું હતું. દાનવી૨ જગડુશા : જગડુશા દાનવીર હતો તેવો ઉલ્લેખ આપણને સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તેની કેટલીક વિગતો નીચે પ્રમાણે છે. ૧. જેમ માળાના મણકા તેના પ્રથમ આચાર એટલે વિધિપૂર્વક ફેરવવાથી શોભે છે, તેમ જગડુની દાનશાળાઓ પૃથ્વીમાં શોભતી હતી. રેવાકાંઠા, સોરઠ અને ગુજરાતમાં ૩૩, મારવાડ, ધા૨ અને કચ્છમાં ૩૦, મેદપાઠ (મેવાંડ) માળવા, ઢાલમાં ૪૦, ઉત્તરભાગમાં ઢાલમંડળમાં મોટી ૧૨ (અન્નસ્થાનક) દાનશાળાઓ તેણે કરી. શંખલપુરમાં દાન આપનાર જગડુએ તાંબાના પત્ર કર્યાં. એમ જગડુશાહે અન્નદાનનો સત્ર માંડ્યો. ૨. ૩. તેણે ૮૦૦૦ મૂડા શૂરવીર વીસલદેવને ૧૨૦૦૦ મૂડા સિંધના હમી૨ને, દિલ્હીના સુલતાનને ૨૧,૦૦૦, માળવાના રાજાને ૧૮૦૦૦, મેવાડના રાજાને ૩૨૦૦૦ મૂડા અનાજના આપ્યા. આમ જગડુ ૧૨૦૩માં રાજાઓને ધારણા આપના૨ (બારસો) પનરોતરો કાળ પ્રસિદ્ધ કરનાર થયો. ૫. ૯,૯૯,૦૦૦ ધાન્યના મૂડા તથા અઢાર કરોડ દામ યાચકોને દુકાળમાં તેણે આપ્યાં. તેણે કરોડો લજ્જા પિંડોમાં સોનાના દીનાર નાંખીને તે કુલીન જનને રાત્રે આપતો હતો. આમ જગડુએ શ્રીમાળી શ્રાવક વણિક વહેપારી તરીકે ૧૩૧૫ના દુકાળમાં લોકોને અન્નદાન દઈ મોટી ખ્યાતિ મેળવી છે. ભાષા અને શૈલી : દેશ્ય, લોકભાષામાં રચાયેલી કૃતિ છે. છંદ-ચોપાઈ છે. ભાષા ગ ુરાસ *385
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy