________________
આપ્યા. ડામર તળાવ સૂરિજીને અર્પણ કરી મત્સ્ય શિકાર બંધ કરાવ્યો. સંવત ૧૬૩૯થી ૧૬૪૨ના ગાળાનાં ત્રણ વર્ષ આસપાસના પ્રદેશોમાં વિતાવ્યાં.
શાંતિચંદ્ર ઉપાધ્યાયને અકબરની વિનંતીથી રાખી સૂરિજીનો વિહાર. સિરોહી, વરકાણા, આબુ વગેરે સ્થળોએ થઈને અણહિલપુર પાટણ
શાંતિચંદ્ર ઉપાધ્યાયે બાદશાહની પ્રશસ્તિરૂપે “કૃપારસ કોશ’’ની રચના
શાંતિચંદ્રના પ્રસ્થાન સમયે બાદશાહે સૂરિજીને ભેટ ધરવારૂપ જજિયાવેરો રદ કરતું ફરમાન પૂ. શાંતિચંદ્રજીને આપ્યું.
આગમન.
કરી.
ઉપરાંત, અગાઉના બાર દિવસના સ્થાને હિન્દુ-મુસ્લિમ-પારસી તહેવારો, તમામ રવિવારો સહિત વર્ષમાં કુલ છ માસ ને છ દિવસનું અમિર પ્રવર્તન કર્યું.
શત્રુંજ્યતીર્થમાં લેવાતો યાત્રાવેરો બંધ કરાવી એ પર્વત હીરવિજયસૂરિને સમર્પિત કર્યો, અને તેને લગતું ફરમાન મોકલ્યું. સંવત ૧૬૫૦માં શત્રુંજ્યતીર્થની યાત્રા.
ઉના ખાતે સંવત ૧૬૫૨માં સૂરિજનું ચાતુર્માસ. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને ગુરુવારે નિર્વાણ.
શિષ્ય પરિવાર : આચાર્યશ્રી વિજ્યસેનસૂરિ, ઉપાધ્યાય શ્રી વિમલહર્ત, ઉપાધ્યાયશ્રી સોમવિજય, ઉપાધ્યાયશ્રી શાંતિચંદ્ર વગેરે ૭ ઉપાધ્યાયો, ૧૬૦ પંન્યાસ, ૨૦૦ સાધુ ભગવંત, ૩૦૦૦ સાધ્વીજી મહારાજો.
તપસ્યા : ૨૦૦૦ આયંબિલ, ૨૦૦૦ નીવી, ૩૬૦૦ ઉપવાસ, ૨૨૫ છઠ્ઠ, ૮૧ અઠ્ઠમ, ૨૦ સ્થાનકની આરાધના, ત્રણ માસની વિવિધ તપસ્યા સાથે સૂરિમંત્રનું ધ્યાન, ૨૨ માસના આયંબિલ નીવી સાથે જ્ઞાનની આરાધના, ૧૩ માસનું (ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, આયંબિલ નીવી સાથે) ગુરુભક્તિ તપ. પૂજ્યશ્રીએ વિષે થોડુંક...
વર્તમાન શ્રીસંઘમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ, શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ તથા શ્રી હીરવિજયસૂરિજી મહારાજ આ ત્રણ નામનું સૌભાગ્ય અનેરું છે. એ ત્રણેની આગવી વિશેષતા છે. તેમાં પણ શ્રી હીરવિજયસૂરિજી મહારાજ
શ્રી હીરવિજયસૂરિ રાસ * 351