________________
પાસે.
પંડિતપદ : સંવત ૧૬૦૭માં નાડોલાઈ નગરે.
વાચકપદ : સંવત ૧૬૦૮માં, મહાસુદ પાંચમ, નારદપુરમાં. આચાર્યપદ : સંવત ૧૬૧૦માં, મહાવદ પાંચમ, સિરોહીનગર. આચાર્યનું નામ : શ્રી હીરવિજયસૂરિ
ગુરુ વિજયદાનસૂરિના પટ્ટધર બન્યા.
ગુરુના સ્વર્ગવાસ પછી તપાગચ્છના નાયક થયા. શિષ્યશિરોમણિ આ. વિજયસેનસૂરિને સંવત ૧૬૨૮માં પોતાની પાટે
સ્થાપ્યા.
લોકાગચ્છના મેઘજી મુનિ મૂર્તિપૂજામાં શ્રદ્ધા બેસતાં શ્રી હીરવિજયસૂરિ પાસે પુનઃ દીક્ષિત.
અસંખ્ય જિનબિંબોની પ્રતિષ્ઠા અને સેંકડો વણિકોની દીક્ષા શ્રી હીરવિજયસૂરિને હાથે થઈ.
ગંધાર બંદરે હતા ત્યારે મોગલસમ્રાટ અકબર બાદશાહનું ફતેહપુર સિક્રી આવવા ગુજરાતના સૂબા સાહિબખાન દ્વારા નિમંત્રણ મળ્યું.
જૈનશાસનનો ઉદય અને અહિંસા – પ્રસારના પ્રયોજનથી આમંત્રણનો
સ્વીકાર.
વિહાર કરી, અમદાવાદ આવી સૂબા સાહિબખાન સાથે મુલાકાત. સંવત ૧૬૩૯માં ફત્તેહપુર સિક્રી પહોંચ્યા.
મુસ્લિમ ગ્રંથોના વિશેષજ્ઞ શેખ અબુલફઝલ દ્વારા ભવ્ય સ્વાગત. સમ્રાટ અને સૂરીશ્વરનું મિલન.
અકબર શાહ સાથે ધર્મગોષ્ઠિમાં ઈશ્વર-દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ, પાંચ
મહાવત સમજાવ્યા.
જૈન તીર્થોની માહિતી આપી. અકબરશાહને પ્રભાવિત કર્યા. બાદશાહે હીરગુરુને જગદગુરુ'નું બિરુદ આપ્યું. આગ્રા ખાતે ચાતુર્માસ કરી પુનઃ સિક્રીમાં.
પ્રભાવિત થયેલા અકબરશાહે બંદીવાનોને કેદમાંથી છોડાવ્યા, પક્ષીઓને પિંજરમાંથી મુક્ત કરાવ્યા.
પર્યુષણ પર્વના દિવસોમાં ચાર દિવસ ઉમેરી બાર દિવસનું સમસ્ત રાજ્યમાં અમારિ પ્રવર્તન કરાવ્યું. હિંસા પ્રતિબંધના છ ફરમાનો સૂરિજીને
350 * જૈન રાસ વિમર્શ