SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ આપના ધ્યાનમાં આવે તેમ કરો.” તરત જ સાજણસીએ જૂના હાકેમને તેડાવી લીધો અને કોચરને સરપાવ આપી સમશેર બંધાવી અને સલખણપુર વગેરે ૧૨ ગામનો અધિકારી બનાવ્યો. કોચરને ખૂબ આનંદ થયો. તુરંત જ પોતાના ગુરુ પાસે જઈ કોચરે ગુરુને શુભ સમાચાર સંભળાવ્યા. ગુરુએ પ્રસન્નાતાપૂર્વક આશીર્વાદ આપ્યા અને કોચરને તેના અધિકારનાં ગામોમાં અમારિ પળાવવા ઉપદેશ પણ આપ્યો. કોચર ૧૦00 ઘોડેસવાર સાથે પોતાના ગામ સલખણપુરમાં આવ્યો અને વિજયનાં વાજાં વગડાવ્યાં. કોચરના આ કાર્યથી લોકો ચકિત થઈ ગયા. ગામના મહાજને ઠાઠથી તેનું સામૈયું કર્યું. ઘરેઘરે આનંદોત્સવ મનાવવામાં આવ્યો. કોચરના પિતા વેદોશાહ, માતા વીરમદે અને કોચરનાં પત્ની અત્યંત હર્ષ પામ્યાં. કોચરે ૧૨ ગામનો અધિકાર હાથમાં લેતાં જ બારે ગામમાં અમારિપાલનનો વટહુકમ બહાર પાડ્યો. કોચરના અધિકારનાં બાર ગામ આ મુજબ હતાં: ૧) સલખણપુર ૨) હાંસલપુર ૩) વડાવલી ) સીતાપુર ૫) નાવિઆંણી ૬) બહિચર ૭) ટૂહડ ટુવડ) ૮) દેલાવાડુ ૯) દેનમાલ (દેલમાલ) ૧૦) મોઢેરૂ ૧૧) કાલહરિ ૧૨) છમીઠું ઉપરોક્ત ગામો સલખણપુરથી લગભગ ૨૦ કિલોમીટરના પરિઘમાં આવેલાં છે. ઉપરોક્ત બારે ગામોમાં કોચરે અત્યંત ચીવટપૂર્વક જીવદયા પળાવી. જેમાં ૧– સલખણપુરના તળાવ ઉપર ચોકીદારો મૂકી દીધા એટલે બગલાથી પણ માછલાનો થતો નાશ દૂર થયો. ૨ – સરોવરની પાળે અનાજના કૂંડા ભરાવીને મુકાવ્યા જેથી જાનવરો નિરાંતે ચણી શકે. ૩ – પરબનું પાણી ગાળીને ભરાવવા માંડ્યું, જેથી મનુષ્યો ગાળેલું પાણી પી શકે. ૪ – સરોવરમાં એવી રીતે ગરણી બંધાવી કે તેની નીકમાંથી આવતું પાણી ગળાઈને આવે અને ઢોરો પણ ગળેલું પાણી પી શકે. ૫ – પાણી ભરવા જતા પાણીહારીઓની ભાગોળે તપાસ થતી અને તેમાં જેની પાસે ગળણું ન જોવામાં આવતું તેને નવું ગળણું આપવામાં આવતું. ૬ – બહુચરાજીના મંદિરમાં થતો જીવવધ અટકાવે છે. આમ વિશિષ્ટ જીવદયાનું પાલન કરાવવાથી કોચર અત્યંત પુણ્યાઈથી વર્તવા લાગ્યો. 300 * જૈન ચસ વિમર્શ
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy