SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમિ ચંદ સરિસર ભાલ; પશિ પહિરાઈ કનક જેહનંઈ, કુણ સમવડિ કીજઈ તહનઈ || ૨૫ / જસ ઘરિ આવઈ કનકરયાલ, બહુ કાલાપાણીના માલ; જે નવિ જાણઈ દુષમા સમઈ, સૂરય કિહાં ઊગઈ આથમઈ || ર૬ || પ્રસંગોપાત્ત આચાર્ય મહારાજે સહુ શ્રાવકો સમક્ષ જીવદયાના મહત્ત્વને સમજાવતી દેશના આપી. તીર્થકર ભગવંતો સમોવસરણમાં જીવદયાનો આધાર રાખીને જ દેશના આપે છે. તેમ જણાવ્યું. ત્યાં પારેવાની રક્ષા કરવાથી મેઘરથરાજા ૧૬મા તીર્થંકર થયા અને જીવદયા પાલન કરવાથી દીર્ધાયુ, દેવ સરિખુ રૂપ, નીરોગી શરીર, મોટા રાજાઓ પાસેથી માન પ્રાપ્ત થાય છે. મનુષ્યને અનર્થ થતું નથી. સહુની પ્રશંસા પ્રાપ્ત થાય છે. જીવદયાના પાલનથી મનુષ્યોમાં તે મુગટ સમાન બને છે. જીવદયા પાલન કરવાની સાથે બીજા પાસે પળાવવાથી પણ તુરંત જ ભવનો પાર પમાય છે. આમ જીવદયાના ફળને બતાવતી ધર્મદેશના સાંભળી સકળ સભા હર્ષિત થઈ. કોચરે આ પ્રસંગને સાધી તુરંત જ ગુરુ મહારાજને કહ્યું કે સલખણપુરમાં અમારિ પળાતી નથી. ત્યાં બહુચરાજીદેવી પાસે હિંસક લોકો ઘણા જીવોનો વધ કરે છે. કોચરની હકીકત સાંભળી આચાર્ય ભગવંતે સાજણસી શાહને ઉદ્દેશીને કહ્યું કે “તમે તમારી સંપત્તિનો લાભ લો. જોઈતું દાન કરો અને શામ-દામ-દંડ-ભેદ આદિ નીતિ વાપરીને જે રીતે બને તેમ જીવનો બલી ચઢતો અટકાવો. અને અમારિનું પ્રવર્તન કરાવો.” ગુરુનાં આ વચનો સાંભળીને સાજણસી શાહ ખૂબ ખુશ થયા અને કોચરને પોતાના ઘરે તેડી ગયા. અને ત્યાં સ્નાનાદિ કરી જિનપૂજા કરાવી પોતાની સાથે બેસાડી ઉત્કૃષ્ટ દ્રવ્યથી સાધર્મિક ભક્તિ કરી. ભોજન બાદ સાજણસી અને કોચર પાલખીમાં બેસીને સુલતાન પાસે ગયા. ત્યાં સુલતાને બંનેની માનપૂર્વક મહેમાનગતિ કરી અને આવવાનું કારણ પૂછ્યું. ત્યારે સાજણસીએ કહ્યું કે “સલખણપુરનો ફોજદાર વિના કારણે ઊપજમાં ખાનાખરાબી કરે છે, તેથી આપના કોઈ અધિકારીની ત્યાં જરૂર વર્તાય છે.” સુલતાને કહ્યું, “ચચ્ચાજી, કોચર વ્યવહારીનો રસ +299
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy