________________
વેશથી શૃંગારના આગાર જેવો પ્રતીત થશે. તેની ચાલ, હાસ્ય, ભાષણ, શારીરિક તથા નેત્રોની ચેષ્ટાઓ આદિ સુસંગત થશે. પરસ્પરના વ્યવહારમાં કુશળ થશે. અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, રથયુદ્ધ, બાહુયુદ્ધ સક્ષમ બનશે. ભોગ સામર્થ્યથી સંપન, સાહસિક, હિંમતવાન, વિહાલચાલી મધ્યરાત્રીએ પણ નિર્ભય બની વિચરણ કરનાર) થઈ જશે.
દૃઢપ્રતિજ્ઞ વિપુલ અન્ન, પાણી, તથા શપનાદિ રૂપ ભોગ્ય પદાર્થોમાં આસક્ત થશે નહીં, વૃદ્ધ, મૂચ્છિત કે અનુરક્ત થશે નહીં. કામભાગોમાં, મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોમાં અનુરક્ત થશે નહીં.
તથારૂપના સ્થવિરો પાસેથી તે બોધિ જ્ઞાનને કેવલિ પ્રરૂપિત ધર્મને પ્રાપ્ત કરશે. મુંડિત થઈને, ગૃહત્યાગ કરી અણગારપણાને – પ્રવજ્યાને અંગીકાર કરશે. દઢપ્રતિજ્ઞ અણગાર ધર્મનું પાલન કરીને ઈર્થાસમિતિ આદિ અણગાર ગુણોથી સંપન્ન અને અનેક ઉપમાઓને યોગ્ય બનશે, પ્રજ્વલિત અગ્નિની જેમ પોતાના તેજથી ચમકવા લાગશે.
દઢપ્રતિજ્ઞ અણગાર, સર્વોત્તમ એવા જ્ઞાનદર્શન, ચારિત્ર, અપ્રતિબદ્ધવિહાર, સરળતા, નિરભિમાનતા, લઘુતા, ક્ષમા, ગુપ્તિ, નિર્લોભતા. તથા સુઆચરિત સંયમ અને તપના ફળ સ્વરૂપી નિર્વાણ માર્ગ મોક્ષમાર્ગ)માં આત્માને ભાવિત કરતાં અનંત, અનુત્તર, સકલ, પરિપૂર્ણ, નિરાવરણ, નિર્વાઘાત પ્રતિહત એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરશે.
ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ અણગાર ભગવંત અહત જિન અને કેવળી બની જશે. તેઓ દેવ, મનુષ્ય તથા અસુરાદિ સહિત સમસ્ત લોકને અને તેની સર્વ પર્યાયોને જાણવા લાગશે અર્થાત્ તે પ્રાણી માત્રની અન્ય ગતિમાંથી આવવા રૂપ આગતિ, અન્યગતિમાં જવા રૂપ ગતિ, તે તે ગતિમાં રહેવા રૂપ સ્થિતિ, દેવોનું આયુષ્ય પૂર્ણ થવા રૂપ ચ્યવન, દેવ-નારકીમાં ઉત્પન થવા રૂપ ઉપપાત, તર્ક, ક્રિયા, મનોભાવ, તેઓના પ્રગટકર્મ કે ગુપ્તકર્મ તથા ખાધેલું, પીધેલું, ભોગવેલું વગેરે સર્વ પર્યાયોને જાણશે. જેમને માટે કોઈ વસ્તુ રહસ્યભૂત (ગુપ્ત) નથી તેવા તે દઢપ્રતિજ્ઞ અહંત મન, વચન, કાયાના યોગમાં વર્તતા સર્વ લોકના સર્વ જીવોના સર્વભાવોને જાણતાં, જોતાં વિચરશે.
આ રીતે દઢપ્રતિજ્ઞા કેવળી ઘણાં વર્ષો સુધી વિચારીને, ઘણાં વર્ષો સુધી કેવળી પર્યાયનું પાલન કરીને, પોતાના આયુષ્યનો અંત નિકટવર્તી જાણીને, અનેક ભક્તિ (ભોજનનો) ત્યાગ કરીને ઘણા ભક્ત દિવસનું અનશન-સંથારો
294 * જૈન ચસ વિમર્શ