________________
આહાર-પાણી સ્વયં ભોજન કરતાં અને અન્યને કરાવતાં આ રીતે જન્મોત્સવનો આનંદ માણશે. ભોજનથી નિવૃત્ત થઈ પરમશુચિભૂત થઈ તે મિત્રો, જ્ઞાતિજનો તથા પરિજનોને વિપુલ માત્રામાં વસ્ત્ર, ગંધ, માળા, અલંકારાદિ આપીને સત્કાર, સન્માન કરશે અને કહેશે હે દેવાનુપ્રિયો! અમારો આ પુત્ર જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢપ્રતિજ્ઞ-શ્રદ્ધાવાળા થયા છીએ, આ પ્રમાણે કહીને માતા-પિતા તે બાળકનું “દઢપ્રતિજ્ઞ” એવું નામકરણ કરશે. તે બાળકનાં માતા-
પિતા (૧) સ્થિતિ પતિત (૨) ચન્દ્ર-સૂર્યદન (૩) રાત્રિ જાગરણ (૪) નામકરણ સંસ્કાર કરીને પછી અનુક્રમે (૫) પ્રજેમણક - અન્ન પ્રાશન – બાળકને પ્રથમવાર અન્ન ચખાડવું (૬) પ્રતિવર્માપન – આશીર્વાદ આપનારને દ્રવ્યાદિ આપવા (૭) પ્રચંક્રમણ – સ્વત:ભ્રમણ. બાળક પ્રથમ ડગ ભરે (૮) કર્ણવેધન – કાન વીંધવા (૯) સંવત્સર પ્રતિલેખ – વર્ષગાંઠ, પ્રથમ વર્ષનો જન્મ દિવસ (૧૦) મૂડાપનયન – બાળમોવાળા ઉતરાવવા વગેરે અન્ય અનેક ગર્ભાધાન અને જન્માદિ સંબંધી ઉત્સવ મહાન સમારોહપૂર્વક ભવ્ય રીતે ઊજવશે.
દઢપ્રતિજ્ઞ બાળકના લાલનપાલન માટે પાંચ ધાવમાતાઓ નિયુક્ત કરવામાં આવશે. (૧) ક્ષીરધાત્રી – દૂધ પિવડાવનારી (૨) મંડન ધાત્રી – શણગારનારી (૩) મજ્જનધાત્રી – સ્નાન કરાવનારી () એકધાત્રી – ખોળામાં લેનારી (૫) ક્રીડાપધાત્રી – રમાડનારી.
દઢપ્રતિજ્ઞ જ્યારે સાધિક આઠ વર્ષનો થશે ત્યારે માતા-પિતા શુભ તિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં સ્નાન કરાવીને અલંકારોથી વિભૂષિત કરીને ઋદ્ધિ, વૈભવ, સત્કાર સમારોહપૂર્વક કલાચાર્યની પાસે ભણવા બેસાડશે.
દઢપ્રતિજ્ઞ બાળકના માતા-પિતા અશન, પાન, ખાદ્ય, સ્વાદ્યરૂપ ચતુર્વિધ આહાર, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકારોથી કલાચાર્યનો સત્કાર – સન્માન કરશે.
તે દઢપ્રતિજ્ઞ બાલ્યભાવથી મુક્ત થઈ પરિપકવ વિજ્ઞાનયુક્ત યુવાવસ્થાને પ્રાપ્ત કરશે. તે ૭૨ કળાઓમાં નિપુણ થશે. બાલ્યાવસ્થાના કારણે બે કાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા, મન-નવ અંગ જે સુષુપ્ત અર્થાતુ અવ્યક્ત ચેતનવાળા હોય તે જાગૃત થઈ જશે. અઢાર દેશની ભાષામાં વિશારદ થઈ જશે. ગીત, સંગીત, નૃત્યમાં કુશળ થઈ જશે. પોતાના સુંદર
પરદેશી રાજાનો રાસ 293