SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરદેવની દરમિયાનગીરી રૂપ હરિબલને પરણવાથી જ ઈચ્છિત સુખ મળશેની વાત સાંભળી વસંતશ્રીએ હરિબલ સાથે લગ્ન કર્યા અને વિશાલાપુરી જઈ વસ્યાં. હરિબલ અને વસંતશ્રી વિશાલાપુરીના રાજા મદનવેગની કૃપાને પાત્ર બન્યાં. એક દિવસ ભોજન નિમંત્રણના ફલસ્વરૂપ વસંતશ્રીને જોઈ રાજા મદનગ લુબ્ધ બની કામપીડા ભોગવી રહ્યા. દુષ્ટમંત્રીએ વસંતશ્રીને મેળવવા માટે હરિબલને મારવાનો ઉપાય સૂચવ્યો. રાજા મદનવેગે હરિબલને પુત્રીના લગ્ન નિમિત્તે લંકેશને નિમંત્રણાર્થે મોકલ્યો. સાગરતટે મુંઝાઈને હરિબલ ઊભો રહ્યો. પરંતુ સાગરદેવની સહાયથી જ લંકાના ઉપવનમાં પહોંચ્યો. ત્યાં સમૃદ્ધિસભર વાતાવરણમાં મૃતક સમી પડેલી સુંદરીને જોઈ. ઉપર લટકતા તુંબડામાંથી નીતરતા પ્રવાહી સિંચીને તે આળસ મરડી ઊંઘમાંથી ઊઠતી હોય તેમ ચેતનવંતી બની. પરસ્પર પરિચય થતાં તે કુસુમશ્રી નામની લંકેશના સેવક પુષ્પબકની પુત્રી હોવાનું જણાયું. તેનાં સામુદ્રિક લક્ષણો પરથી તે રાજરાણી થવાનું સુખ પામશે તે જાણતાં રાજ્યના લોભે પિતા જ પુત્રીને પરણવા તત્પર બન્યો. અને તેના પરિણામે જ તેને અહીં બંદી બનાવી રાખી હતી. મંત્રના પ્રભાવે મૃતક બનાવી કાર્યવશ બહાર જાય અને આવે ત્યારે અમી સિંચી ચેતનવંતી કરતો હતો. આવા સમયે આવી પહોંચેલા હરિબલને પોતાની સાથે પરણવા કસમશ્રીએ પ્રાર્થના કરી. બન્ને પરણ્યાં. લંકેશમિલનની નિશાનીરૂપ ચંદ્રહાસ ખગ, અમી ભરેલ તુંબડું અને શૂન્યગૃહની ઉત્તમ વસ્તુઓ લઈ તે સાગરદેવની સહાયથી ફરી વિશાલાપુર પહોંચ્યો. આ બાજુ નગરમાં હરિબલના લંકાપ્રસ્થાન બાદ વસંતશ્રીને મેળવવા માટે મદનવેગે અવનવા ઉપાયો કરવા માંડ્યા. વસ્ત્રો, અલંકાર, ખાન-પાનની સામગ્રી જેવી વૈભવી ભેટો મોકલી. પછી એક રાત્રે અધીર બની જાતે જ આવ્યો. લંકાને બહાને હરિબલનો કાંટો માર્ગમાંથી દૂર કર્યો છે, અને વસંતશ્રીને મેળવવા માટે જ તેમ કર્યું છે તે જણાવ્યું. પણ વસંતશ્રીએ કહ્યું કે પતિના સમાચાર મળે તે પછી જ આ વાત મદનવેગના પ્રસ્તાવ) વિચારવાનું કહી તે ક્ષણ પૂરતી આફત ટાળી દે છે. ઉપવનમાં કુસુમશ્રીને મૂકી બારણે આવી છુપાઈને ઊભેલા હરિબલે વસંતશ્રીની વાત સાંભળી. શિયળરક્ષા કાજે પ્રાણત્યાગનો તેનો નિર્ણય સાંભળી હરિબલ વસંતશ્રીની સામે હરિબલ માછી રાસ 227
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy