________________
તે દર્શાવવા હરિબલ માછીનું કથાનક આલેખાયું છે.
‘હરિબલ રાસ’નું કથાવસ્તુ આ પ્રમાણે છે. કાંચનપુર કે સુવર્ણપુર નગરીના વસંતસેન – વસંતસેના રાજા-રાણીને રૂપગુણસંપન્ન વસંતશ્રી નામે પુત્રી હતી. તે જ નગરમાં હિરબલ નામનો ભદ્રકજીવ માછીમાર હતો. અને તેની કલહપ્રિય પત્ની સત્યા સાથે ખૂબ દુ:ખી અવસ્થામાં વસતો હતો.
જાળ લઈને એક દિવસ હિરબલ નદી કિનારે ગયો. ત્યાં જૈન મુનિને જોયા. ધર્મની સમજ આપતાં મુનિએ સાચો ધર્મ કુલધર્મ નથી, પરંતુ જેના પાયામાં અહિંસા છે તેવો જૈન ધર્મ છે એમ હિરબલને કહ્યું. માછીમાર હોઈ જીવહિંસા પર જ નિર્વાહ કરનાર હરિબલ જીવદયાનો ધર્મ શી રીતે પાળી શકે? દુઃખી હિરબલનો ધર્મ માટેનો રાગ છતાં પાલનની અશક્તિ જાણી મુનિએ તેને નાનકડો નિયમ લેવડાવ્યો. જળમાં જે પહેલું માછલું પકડાય તેને ન મારતાં જીવનદાન આપવું.
નિયમ લઈ દૃઢપાલનના નિરધારપૂર્વક ગયેલા હરિબલની જાળમાં તે દિવસે મોટો મચ્છ આવ્યો. તેના ઉપર નિશાની કરી તેને પાણીમાં પાછો મૂક્યો. ફરી ફરી તેનો તે જ મચ્છ જાળમાં આવતો ગયો અને હિરબલ દૃઢ મનથી તેને પાણીમાં મૂકતો હતો. આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. તેને બીજું એકેય માછલું મળ્યું નહિ છતાં પણ તે તેના નિયમ પર અડગ રહ્યો. જલ દેવતાએ મચ્છરૂપે આવીને કરેલી કસોટીમાંથી પાર ઊતરેલા હિરબલની નિયમપાલનની દૃઢતા જોઈ, પ્રસન્ન થઈ સાગરદેવે વરદાન માંગવા કહ્યું. આ સમયે હરિબલે માંગ્યું દુઃખના સમયે સહાયરૂપ થવાનું. હિરબલને આ વરદાન આપી દેવ સ્વસ્થાને ગયા. ઝઘડાખોર પત્નીની બીકે ઘેર ન જતાં હિરબલ ગામ બહારના મંદિરમાં જ સૂતો.
હવે આ જ નગરમાં હિરબલ નામે એક સ્વરૂપવાન શ્રેષ્ઠી પણ રહેતો હતો. રાજકુમારી વસંતશ્રીને એ હરિબલ પ્રત્યે અનુરાગ થતાં તેઓએ ગામ બહારના મંદિરે મધ્યરાત્રિએ મળવાનો સંકેત કર્યો. અન્યત્ર નાસી જઈ લગ્ન ક૨વાની યોજના બનાવી પરંતુ સંજોગવશાત્ બન્યું કે શ્રેષ્ઠીપુત્ર હરિબલ ડરને કા૨ણે ત્યાં ગયો નહિ. રાજકુમારી તૈયારી સાથે મંદિરે પહોંચી જલદી જલદી હિરબલને બોલાવી અને બંને જણ નીકળી પડ્યાં. માર્ગમાં ખરી હકીકત જણાતાં સ્વરૂપવાન શ્રેષ્ઠી પુત્રને બદલે કાળો, કુરૂપ હિરબલ જોઈ કુંવરીના પશ્ચાત્તાપનો પાર ન રહ્યો. વિલાપ કરતાં રાજકુમારી ધરતી પર ઢળી પડી.
226 * જૈન રાસ વિમર્શ