________________
આનંદઘનજી મ.ના બે પદ તેમની દૃષ્ટિ માટે યોગ્ય રીતે લાગુ પડે છે :
ચારો ચરન કે વાસતે ગૌઆ વનમેં જાય, ચારો ચરે ચૌદિશી ફિરે, પન બાકી નજર બિરિયા માંય, ચારપાંચ સહેલિયાં મિલ, પાની હિલહિલ જાય,
તાલી દીયે, ખડખડ હસે, બાકી નજર ગગરિયા માંય. અર્થાત જેવી રીતે ગાય ચરે દિશામાં ચારો ચરતી ફરે છે પરંતુ તેનું ધ્યાન તો વાછરડામાં જ હોય છે; જેમ ચાર-પાંચ બહેનપણીઓ પાણી ભરવા જાય, તાલી દે, ખડખડ હસે પરંતુ તેમનું ધ્યાન તો તેમની ગાગર ઉપર જ હોય છે, તેવી જ રીતે જ્ઞાનીની દૃષ્ટિ સંસારના તમામ કામ કરતાં, છતાં આત્મા પર જ
રહે છે.
“સંસારની સર્વ જવાબદારી અદા કરતાં, ખેલકૂદ ખાન-પાન, વેપાર-વ્યવહાર બધામાં રસ લેવા છતાં, તેમની દૃષ્ટિ પોતાના ઉજ્વળ આત્મા પર મંડાયેલી રહેતી હતી. દરેક કાર્ય દ્વારા જાણે કે તેને અધિક ઉજ્વળ બનાવવાનો પ્રયત્ન ચાલુ હતો. આવા વિરલા અનેક જન્મોમાં પણ દુર્લભ, વિશ્વવંદ્ય પૂજ્ય બાપુજીને અમારા સૌના કોટિ કોટિ વંદન.”
(૩)
આવા તપોનિધિ, પરમ જ્ઞાની, ઈશ્વર ભક્ત, સેવા રત્ન, સંસાર સાગરના ચતુર નાવિક, અનુપમ આત્મયોગી અને મૃત્યુંજય ઋષિ તુલ્ય સુશ્રાવક રૂપચંદજીને નમન કરીને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામાનવનું જીવન આપણને સર્વદા પ્રેરણા અને પથદર્શક રૂપ બની રહો.
એમના પુત્રો વલ્લભભાઈ અને મંગળભાઈ તેમજ પરિવારે ૨૦, ૨૧ અને ૨૨મા જૈન સાહિત્ય સમારોહનું યજમાનપદ સ્વીકારી – શોભાવીને જ્ઞાનાંજલિ દ્વારા પિતા-ભ્રાતાને શ્રદ્ધાંજલિ અર્પી છે એમાં આપણે પણ આપણા આત્મભાવની એક પાંખડી ઉમેરીએ અને કવિ ન્હાનાલાલના પિતૃતર્પણ' કાવ્યની કેટલીક પંક્તિઓને સ્મરીએ :
છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ; દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય. શ્વેત વસ્ત્રો સદા ધાર્યા, પ્રાણની શ્વેત પાંખ શા, તે જ વાઘા સજી જાણે ફિરિતો કો મનુષ્યમાં.
25