________________
ન દીધી. તેમની સાથે આજીવન સ્નેહસંબંધો બનાવી રાખ્યા. અમને સંસાર સ્વરૂપ સમજાવવા માટે આ એક ઘટના વિશે કહેતા : અમુક વ્યક્તિને તૈયાર કરી તેનું લગ્ન કરાવ્યું. તે સમયે તે કહેતો, “મારી ચામડીના જૂતાં બનાવીને પહેરાવું તો પણ આપના ઉપકારનો બદલો વાળી શકીશ નહીં, એ જ વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં કહ્યું કે, “જાવ, જાવ, તમને આપવા માટે મારી પાસે કશું નથી. મને નહીં પણ આપની પત્ની અને બાળકોને પ્રેમ કરો.” આવા પ્રસંગો વર્ણવી કહેતા કે બુદ્ધિ કર્માધીન છે?
પૂજ્ય માતાજીને નાની ઉંમરે કેન્સર થયું હતું. તેમના જેવી વિદુષી, ધર્મપરાયણ, તપસ્વી, કર્મઠ અને સમર્પિત સંગિની તો અનેક જન્મોમાં પણ ન મળે. ઘણા ઉપચાર કરાવ્યા પરંતુ નિદાન ઘણું મોડું થયું. તેમણે ઘણી સેવા કરી, એક વર્ષ બધું છોડી રાતદિવસ તેમની પાસે રહ્યા. એક દિવસ સંધ્યા-પ્રાર્થના કરતી વખતે તેમને આભાસ થયો કે અંતિમ દિવસ આવી ગયો છે. અમને કહ્યું, ત્રણ કલાક અથવા ત્રણ દિવસ એટલો જ સમય બાકી છે. એક કલાકમાં જ માતાજીની સ્થિતિ બહુ જ ખરાબ થઈ. બાપુજીસા સંપૂર્ણ સજાગ થઈ ગયા અને સંગિનીના સમાધિમરણની યોજના તૈયાર કરી લીધી. તેમણે માતાજીને કહેવાનું શરૂ કર્યું. ‘તમારો અંતિમ સમય આવી ગયો છે. તમને ભૂમિ ઉપર સુવાડી રહ્યા છીએ.” ઘોર અને અસહ્ય વેદનામાં પણ તેમનો સંદેશો માતાજીના મનમાં વીજળીની જેમ વ્યાપી ગયો, તેઓ પૂરેપૂરાં જાગી ગયાં. પૂજ્ય બાપુજી આગળ બોલ્યા, “સંસારમાંથી મન ઉઠાવી લો. બધાંની ક્ષમાપના કરી લો. અને પોતાના આત્મામાં ધ્યાન લગાવી દો. કોઈ આખરી ઇચ્છા હોય તો કહો.” ત્રણ પુત્રીઓ (ત્રણે પુત્રો કરતાં મોટી) અને ત્રણ પુત્રો (ત્રણે ઉંમરમાં નાના જ હતા. મોટો ૧૬ વર્ષનો અને સૌથી નાનો ૧૧ વર્ષનો)નો પરિવાર હતો. પરંતુ તેઓ એવા આત્મલીન થયાં કે બધું જ ભૂલી ગયાં. વિચારીને ધીમા સ્વરે બોલ્યાં, “મારા ગળાની કંઠી મોટી પુત્રીને આપી દેજો.' હાથ જોડીને પાસે ઊભેલા બધા જ પરિવારજનોની ક્ષમાયાચના કરી અને પછી શાંત થઈ ગયાં અને શાંતિમુદ્રામાં જ સંસાર છોડી દીધો.
- ૩૧ વર્ષોનો સાથ, બાળકો, પોતાની ઉંમર ૫૫૧ વર્ષ. એક વર્ષથી દિવસરાત જેની સેવામાં હતા તેવી પત્ની ચાલી ગઈ. તેઓ હિમાલય જેવા બની ગયાકંઠમાંથી એક શબ્દ નહીં, આંખોમાં આંસુ નહીં. ઘરમાં કેટલાય સભ્યો ઉપસ્થિત
21