SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના પિતાજીના અકાળ અવસાન પછી પોતાની માતાની વિકટ સ્થિતિ ઘણી દુખદાયક હતી. મહિનાઓ સુધી એ ઘરની બહાર નીકળી શકતાં નહીં. આવી સ્થિતિમાં એ માત્ર બે સપ્તાહ પછી જ માતુશ્રીને રિવાજોની પરવા કર્યા વગર મુંબઈ લઈ આવ્યા. શોભાસ્પદ વસ્ત્રો પહેરાવ્યાં અને ગૌરવપૂર્ણ જીવન જીવવાનું શીખવ્યું. અચાનક આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં તેઓએ ગભરાયા વગર દીકરીના શ્વસુર પાસે જઈને પોતાની સ્થિતિ બતાવી. શાનદાર જાન બોલાવવાને બદલે એમણે કરીને સસરાના શહેરમાં લઈ જઈ ત્યાં લગ્ન કરાવી દીધું. પછી બે દીકરીઓના લગ્ન એકીસાથે કરાવી દીધાં. ખર્ચ ભરપૂર કર્યો, પણ નિરર્થક મહેનત વળી દીધી. બધાં સ્નેહીજનોમાં એમની સ્નેહભરી ધાક રાખી. એમનો સંદેશ-મોહ મત કરો’ એ આ સંદર્ભમાં દ્યોતક છે. ભાઈસાહેબનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી જવું, વ્યાપારમાં ઘણી ઊથલ-પાથલ થઈ જવી, નાની વયમાં મારાં માતાજીનું નિધન થઈ જવું, જેવી ઘટનાઓમાં એ પોતાની શક્તિ મુજબના પ્રયાસો કરી જોતા અને નિષ્ફળ જાય તો આગળ વધતા. પોતાની પરિસ્થિતિને કર્મફળ સમજીને સમયના પ્રવાહને એમણે અપનાવી લીધો. કોઈને દોષ ન દીધો, ન કોઈને ઠપકો આપ્યો. જે કરવું પડે એ એમણે ધન ઉપાર્જન કરવાની બાબતમાં એમની સમજણ સ્પષ્ટ હતી. ગૃહસ્થ પ્રત્યેક સમયે ધન મેળવવાનો ઉત્સાહ સેવવો જોઈએ, પણ એને માટે લાલસા રાખવી જોઈએ નહીં. ખોટા માર્ગો કે ખોટી રીતિઓથી ધન કમાવું જોઈએ નહીં; ધનનો ખોટો ઉપયોગ પણ કરવો જોઈએ નહીં. જો કે એ ૬૧ વર્ષની ઉંમરે ધન કમાવવાની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ ચૂક્યા હતા, તો પણ સંતાનોને થોડી પણ ચિંતામાં જોતાં તો કહેતા કે “ગભરાઓ છો કેમ, હું કમાઈશ-ચાલો, મારી સાથે. મુશ્કેલી આવી છે કો શું થઈ ગયું? શૂન્ય થઈ જાઓ તો ફરીથી પાછા ચાલવાનું શરૂ કરવું. ક્યારેય આવી કઠિન સ્થિતિ આવી નહીં, પરંતુ એમને વિવશતા કે દિીનતા કદી પસંદ નહોતી. પોતાના મનને તરત જ ઉત્સાહમાં લાવવાનું એ ખૂબ જાણતા હતા. કહેતા કે “વધારે પડતી સંપત્તિ દુઃખનું મૂળ છે, ખૂબ કમાઓ અને શુભ માર્ગે ખર્ચ કરો.” 19
SR No.022860
Book TitleJain Ras Vimarsh
Original Sutra AuthorN/A
AuthorAbhay Doshi, Diksha Savla, Sima Ramhiya
PublisherVeer Tatva Prakashak Mandal
Publication Year2014
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy