________________
છીએ એવું તમને લાગ્યું છે. પરંતુ આવા કઠોર ગૃહત્યાગની વાત દેવકીજીને બરાબર સમજાતી નથી. એટલે દેવકીજી ફરીથી પૂછે છે કે ઘરમાં શાની ખોટ હતી તે તમે આમ કર્યું. આમ દેવકીજીએ મુનિરાજોને વારંવાર પૂછ્યું કે – આપ વૈચગ્યને કઈ રીતે પામ્યા તે કહો! | મુનિઓએ જવાબ આપ્યો કે – નેમિનાથજીની વાણી સાંભળી અમે સંસારને અસ્થિર જાણી લીધો, કુટુંબને કારમું ગયું. હે દેવકી! અમારી વાત પર તમે જરાય શંકા ન કરશો. અમે તો ધર્મોપદેશથી ધર્મજ્ઞાન થવાને લીધે મુક્તિના ભાથારૂપ સંયમ લીધો છે. અને લીધો મુક્તિનો સાયોજી રે.
આ સાંભળી દેવકી વિચારવા લાગી કે, આટલી નાની વયે દીક્ષા લેનાર આ બાળકો ધન્ય છે. પરંતુ જે ઘરમાંથી આવા સુંદર પુત્રો નીકળી ગયા હશે તે ઘરમાં શો ઉમંગ બાકી રહ્યો હશે? મારે એમની સાથે કશુંય સીધું સગપણ નથી છતાં એમના પ્રત્યે મારો પ્રેમ કેમ જગૃત થયો હશે? સાધુઓને જતા જોઈ દેવકીની આંખમાંથી આંસુ પડવા માંડ્યાં. દેવકીજીએ બાળપણનો એક પ્રસંગ યાદ આવ્યો. દેવકીજી નાનાં હતાં ત્યારે અતિમુક્ત નામના મહાત્માએ કહ્યું હતું કે, તું એવા આઠ પુત્રોને જન્મ આપશે કે જેનો જોટો ભારતવર્ષમાં મળશે નહીં. પરંતુ પોતાને તો એક જ પુત્ર છે અને આવા આઠ પુત્રોને જન્મ આપ્યા વિના પણ મને કેમ આનંદ થાય છે? આવો સંશય કેવળ શ્રીનેમિનાથ જ દૂર કરી શકે એમ છે માટે દેવકીજી સત્વર શ્રીનેમિનાથ પાસે જવા રથમાં નીકળ્યાં. તેઓ પરિવાર સાથે કેમ જિનેશ્વર જે સ્થાને સમોસમરણમાં બેઠા હતા ત્યાં પહોંચ્યાં, પ્રભુને પંચાંગ વંદન કર્યા. ત્યાર બાદ તેમણે નેમિપ્રભુને પોતાનો સંશય દૂર કરવાની વિનંતી કરી.
નેમિનાથજીએ કહ્યું કે, એ છયે પુત્રો તમારા જ પુત્રો છે. નાગશેઠ અને સુલતાના ઘરે તો તેઓ માત્ર મોત થયા છે. દેવકીજી પૂછે છે કે, આ પુત્રોને જન્મ આપ્યાનો મર્મ હું જાણતી નથી તો આપ એ મર્મ સમજવો.
નેમિપ્રભુ કહે છે કે – હે દેવકી! તારી ભાભી જીવજશા અઈમુત્તા અણગારની હાંસી કરવા લાગી. આથી અઈમુતા અણગારે ક્રોધે ભરાઈને શાપ આપ્યો :
આવો મુનિવર આપણે ભેગા મળી ગીત ગાઈએ... મુરખણિ ગિનાની માની, ખબર પડે લાતારિ દેવકીગરભ જે સાતમેં થાસે, તે તારા કુલનો એકરિ.
દેવકીજીઃ છ ભાયારો રસ 133