________________
તું સંકા મતિ આણ
અમે પેહેલા વોરી ગિયાજિરે, તે મુનિ દુજ જી.
આ સાંભળી દેવકીજીને આશ્ચર્ય થયું. આથી તેમણે મુનિઓને પૂછ્યું : હે મુનિવર, તમે ક્યાં જન્મ્યા? તમારાં માતા કોણ છે?
દેવકિ મન અચરજ થયો જિ, એ કિણ માયા જાયા રે પુત, કોણ નગરિથી નિકલાજી રે, તમે વસતાં કોણ ગામ, કોહોનાં છો તુમેં દિકરાજિરે, કહેજે તેહનો નામ... મુનિરાજ જવાબ આપે છે -
નાગસેઠનાં અમે દિકરાજિન્હેં, સુલસા અમારી રે માય ભદ્દિલપુરના વાસિયાંજિરે, સંમ લિધો છો ભાય રે ત્રિસ ત્રિસ રંભા તજિ જિ, બત્રિસ બત્રિસેં રે દાસ કુટુકા મેલાં અમે રોવા જિરે, વિલ વિલ કરત માય દેવકિ લોભ ન છેહ લગાર.
અમે આમ મુનિઓએ દેવકીજીના કુતૂહલને શમાવતા કહ્યું કે નાગશેઠ અને સુલસાના પુત્ર છીએ – અને ભદ્દિલપુરના વતની છીએ. અમે છ યે છ ભાઈએ દીક્ષા લીધી છે. લગ્નમાં અમને મળેલી બત્રીસ – બત્રીસ પત્ની અને બીજી દાસદાસી આદિ સુંદર સુંદર વસ્તુઓનો અમે ત્યાગ કર્યો છે. અમે કુટુંબ અને માતાને રડતા-વલવલતા મૂકીને નીકળ્યા છીએ અને અમને કોઈ પણ વસ્તુનો લેશમાત્ર લોભ નથી.
આ સાંભળીને દેવકીજીએ વિચાર્યું કે, આવો પરિવાર તજીને આ મુનિઓએ દીક્ષા કેમ લીધી હશે? એટલે વળી પાછું દેવકીજીએ જિજ્ઞાસાવશ પૂછ્યું કે તમે શા દુ:ખે ઘર છોડીને નીકળ્યા? આનો જવાબ આપતાં મુનિઓએ કહ્યું કે – અમે પરિવાર સાથે સરસ રીતે કાળ વિતાવતા હતા. સમય ક્યાં પસાર થઈ જતો એનીયે અમને ખબર પડતી ન હતી. એ વેળા શ્રીનેમિનાથ પધાર્યા. તેમની ધર્મિષ્ઠ અને વૈરાગ્યભરી વાણી સાંભળી અમે સુખને ભયાવહ જાણી સંયમ સ્વીકાર્યો, ચાર વ્રતો અંગીકાર કર્યા, ધ્યે કાયના જીવોને અભયદાન આપ્યું. મા તથા ભાર્યાઓને ઝૂરતી મૂકીને, બે-બે ઉપવાસ પછી પારણાં કરવાનું વ્રત અમે સ્વીકાર્યું છે. આજે અમે બે-બેના સમૂહમાં અહીં પારણાંની ગોચરી લેવા આવ્યા છીએ. એટલે અમે ત્રીજી વાર આવ્યા
132 * જૈન રાસ વિમર્શ
—