________________
૩૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ન મૂકે, કુળક્રમથી પણ પાળે, પણ શુદ્ધ-અશુદ્ધ જાણે નહીં તે લોકસ્થિતિને દ્રવ્યપરંપરા કહેવાય. /૧૦ના
આવી કુળની ચાલી આવતી અશુદ્ધ, ખોટી પરંપરા ન છોડે તો તે જીવો જિન, કેવલીના વચનમાર્ગથી ચૂકે છે અને સમ્યક્તપણાને હરે છે. પોતે જાણે કે આ કુળની પરંપરા ખોટી છે, તેને પાળે પણ છોડે નહીં તેને લોહવાણિયાની જેમ મહામૂર્ખ જાણવો. તેને બોધિબીજ મળે નહીં અને કદાચ મળે તોપણ હારી જાય. ||૧૧||
હવે દ્રવ્યભાવપરંપરા ઓળખાવે છે.
સત્તર પ્રકારે સંયમથી ભ્રષ્ટ સર્વ જીવોને દ્રવ્યપરંપરાવંશ છે. કુળમાં જન્મે તેને વંશ કહેવાય. અને ભાવપરંપરા તો જિનેન્દ્ર આજ્ઞાથી સુવિખ્યાત છે. અરિહંતની આજ્ઞા વિના ધર્મ પણ અકિંચિકર છે. (કાંઈ કરી શકતો નથી.) એટલે જે શાસ્ત્રવિરુદ્ધ પોતપોતાના કુળક્રમ તથા ગચ્છ-મમત્વકદાગ્રહમાં વસે તે દ્રવ્યપરંપરાવંશ કહેવાય. તેમાં વસતા જીવોને સંસારની વૃદ્ધિ થાય, પણ આત્મસિદ્ધિ ન થાય. અરિહંતની આજ્ઞા વિના ધર્મ અકિંચિત્કર છે. એટલે જે શાસ્ત્ર વિરુદ્ધ પોતપોતાના કુલક્રમ અને ગચ્છ મમત તથા કદાગ્રહમાં વસે તે દ્રવ્યપરંપરા વંશ કહીએ. તેમાં રહેલા જીવને સંસારવૃદ્ધિ થાય, પરંતુ આત્મસિદ્ધિ ન થાય. અને જે જિનેશ્વરની આજ્ઞા આધીન તપ-જપ-ક્રિયા-અનુષ્ઠાન-સામાચારી આચરવી તે શુદ્ધ ભાવપરંપરધર્મ જાણવો. તેથી જ આત્મસિદ્ધિ થાય, અન્યથા નહિ. પ્રભુ આજ્ઞા વિના બધું જ છાર ઉપર લીંપણું જાણવું. /૧રા હવે દ્રવ્યપરંપરાને દષ્ટાંતથી ઓળખાવે છે.
જેમ કૌશાંબી નગરીમાં મૃગાવતી રાણીએ બનાવટી સ્નેહરાગ બતાવી ચંડપ્રદ્યોતરાજા પાસે કિલ્લો બંધાવરાવ્યો. કિલ્લાને સજ્જ કરવા પરંપરાએ ઇંટો મંગાવી તેને દ્રવ્યપરંપરા જાણવી. /૧૩
હવે ભાવપરંપરાની સ્થિતિ અને દ્રવ્યપરંપરાની ઉત્પત્તિ બતાવે છે. સુધર્માસ્વામીથી લઈને શ્રી દેવર્ધિગણીક્ષમાશ્રમણ સુધી મોટા ભાગે ભાવપરંપરા ચાલી. ત્યારબાદ શિથિલાચારીઓ ના પ્રભાવથી ઘણી