________________
૩૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દ્રવ્યપરંપરા રહી. આ વાત શ્રી મહાનિશીથસૂત્રમાં પણ કહી છે. તે પાઠ :
से भयवं केवइए णं काले णं पहे कुगुरु भवीहेंति ? गोयमा ! इउय अद्धतेरसण्हं वाससयाणं साइरेगाणं समइक्वंताणं परउ भवीसु से भवीसु से भयवं केणं अटेणं गोयम तत्कालं इड्डीरससायगारवसंगए समीकार अहंकारग्जीए अच्चन्तो संपज्जलंतबोंदी अहमहंति कयमाणसे अमुणिय समयसमभावे गणी भवेसुं एएणं अटेणं से भगवं किं सव्वेवि एवंविहे गणीभवासु गोयमा एगंतेणं नो सव्वे ॥
અર્થ:- ૧૨૫૦ વર્ષ પછી ઋદ્ધિગારવ, રસગારવ, શાતાગારવ, અહંકાર, મમત્વ, અત્યંત ક્રોધ આદિમાં ધમધમતા, સિદ્ધાંતોના સભાવને ન જાણતા, મતમાં અભિમાન ધારતા ઘણા ગણિ-ગચ્છ થશે. પણ એકાંતે બધા નહીં થાય. દ્રવ્યપરંપરા કેવી અસાર છે ? તે દષ્ટાંતથી ઓળખાવે છે.
જેમ વેશ્યાના અલંકારો સોનાથીએ ચમક્તા હોય પણ સાવ ખોટા હોય તથા ચમાર કર્મકરંડકની જેમ અંદર અને બહારથી અસાર હોય, તેવી જ રીતે પાર્થસ્થા, નિદ્વવ વગેરે બહારથી ક્રિયાનો આડંબર કરી સારા દેખાય પણ અંતરથી ગચ્છમમત્વ અને પોતાની મતિકલ્પનાથી અસાર હોય, ચમાર કર્મકરંડક અંદર અને બહારથી અસાર હોય તેવી રીતે કુલિંગી-વેષધારી બહારથી ક્રિયા રહિત અને અંતરથી પણ રાગ-દ્વેષ કરી, ગચ્છમમત્વ, કદાગ્રહ સ્થાપન કરી, મુનિપણું ધરાવી, જિનાજ્ઞા વિરાધે તે અંદર-બહારથી અસાર જાણવા.
જે પાર્થસ્થા પ્રમુખ દ્રવ્યપરંપરામાં રહ્યા હોય તેમની કરેલી આચરણા અને વ્યવહાર ભવ્ય પ્રાણીઓ એ છોડી દેવો. પાર્થસ્થા આદિ પ્રમત્તસંયતાદિકોએ ઘણા જણાઓએ આચર્યો હોય તેને જીતવ્યવહાર ન કહેવાય. એટલે કે રાત્રે દિવા વગેરે કરાવવા, મોરપાંખના દંડાસણ રાખવા, સાદડી બિછાવવી, સામૈયા માટે ગામ બહાર ઊભું રહેવું, સાબુથી કપડાં ધોવાં, કેશર-કાથાથી રોગ વગેરેના કારણ વિના કપડાં રંગવાં, અરિહંત વિના અન્ય દેવની શ્રદ્ધા રાખવી, એક જ જગ્યાએ સ્થાયી રહેવું, વિહાર ન