________________
૨૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ભાવાર્થ :- જે સિદ્ધાંતમાં જેટલા ગચ્છ હોય તેટલા ગણધર હોય એ વચન છે તો પ્રભુ મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર કહ્યા તે કેવી રીતે? આવો પ્રશ્ન શિષ્ય પૂછતાં આચાર્ય કહે છે કે શ્રી મહાવીર પ્રભુના જયેષ્ઠ શિષ્ય ગૌતમગોત્રવાળા શ્રી ઇન્દ્રભૂતિ હતા. તે પાંચસો સાધુઓને વાચના આપતા. બીજા શિષ્ય (વચેટ ભાઈ) ગૌતમગોત્રીય અગ્નિભૂતિ અણગાર હતા. તે પણ પાંચસો શિષ્યને વાચના આપતા. ત્રીજા શિષ્ય (નાના ભાઈ) ગૌતમ ગોત્રીય વાયુભૂતિ અણગાર હતા. તે પણ પાંચસો શિષ્યને વાચના આપતા હતા. ચોથા શિષ્ય આર્ય વ્યક્ત નામના ભારદ્વાજ ગોત્રીય હતા, તે પણ પાંચસો શિષ્યને વાચના આપતા હતા. પાંચમા આર્ય સુધર્માસ્વામી જે અગ્નિવેશ્યાયન ગોત્રના હતા તે પાંચસો સાધુઓને વાચના આપતા. છટ્ટ શિષ્ય વશિષ્ઠગોત્રીય મંડિતપુત્ર હતા. તે સાડા ત્રણસો શિષ્યને વાચના આપતા હતા. સાતમા શિષ્ય કાશ્યપગોત્રીય મોર્યપુત્ર હતા તે પણ સાડા ત્રણસો શિષ્યોને વાચના આપતા હતા. આઠમા શિષ્ય અકંપિત ગૌતમગોત્રના અને નવમા શિષ્ય અચલભ્રાતા હારિતગોત્રના હતા તે બંને ત્રણસો શિષ્યોને વાચના આપતા હતા. દશમા શિષ્ય મેતાર્ય અને અગિયારમા શિષ્ય પ્રભાસ સ્વામી બંને સ્થવિરો કૌડિન્યગોત્રીય હતા તે પણ ત્રણસો શિષ્યોને વાચના આપતા હતા. એકવાચનીક યતિસમુદાયને ગણ કહેવાય. અકંપિત અને અલભ્રાતાની એક વાચના હતી તેવી જ રીતે મેતાર્ય અને પ્રભાસની પણ એક વાચના હોવાથી નવ ગણ કહ્યા છે. મંડિત તથા મૌર્યપુત્ર, બંનેને માતા એક હતી, પણ પિતા બે હતા. મંડિતસ્વામીના પિતાનું નામ ધનદેવ તથા મૌર્યપુત્રના પિતાનું નામ મૌર્ય હતું. માતા તો વિજયાદેવી એક જ હતા. તે દેશમાં એક પતિ મૃત્યુ પામે તો બીજો પતિ કરવાનો રિવાજ હતો. માટે અલગ ગોત્ર કહ્યાં છે.
મહાવીર પ્રભુના અગિયાર ગણધરો દ્વાદશાંગીના કર્તા અને ચૌદપૂર્વી હતા. આમ તો દ્વાદશાંગીમાં ચૌદપૂર્વ આવી જાય, પણ પૂર્વેની મહત્તા બતાવવાં, ચૌદપૂર્વીકૃત સૂત્રને જિનસરીખા જાણવા તથા દ્વાદશાંગીનો વિચ્છેદકાળ નથી જયારે પૂર્વોનો વિચ્છેદકાળ છે, માટે ચૌદપૂર્વપદ અલગ