________________
૨૯
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર કહ્યું છે. અથવા ચૌદપૂર્વમાં અનેક વિદ્યામંત્ર રહેલા હોવાથી તેની મહત્તા બતાવેલ છે.
સુધર્માસ્વામી અને ગૌતમસ્વામી બંને પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ સિદ્ધિ પામ્યા. બાકીના નવ ગણધર ભગવંતો ભગવાન મોક્ષ પામ્યા તે પહેલાં જ મોક્ષે ગયેલાં. તે સૌએ પોતાનો ગચ્છ સુધર્માસ્વામીને ભળાવેલો. માટે એક જ સુધર્માસ્વામીનો ગચ્છ રહ્યો.
તે ગચ્છની પરંપરામાં વર્તવું તે ભાવગચ્છપરંપરા કહેવાય. તે ભાવપરંપરાના લક્ષણ શ્રી અભયદેવાચાર્ય આગમઅટ્ટોત્તરીમાં લખે છે. તે પાઠ :
सुतत्थकरणउ खलु परम्पराभावउ वियाणिज्जा । सिरिजंबूसामिसिस्सा आगमगंथाओ गहिअव्वा ॥६॥
व्याख्या। शुद्धसूत्रार्थकरणतो न तु अभिनिविष्टबुद्धिवन्तः खलु निश्चये परम्पराभावतीर्थं तद्विजानीयात् श्रीजम्बूस्वामिशिष्याः अन्ये प्रशिष्याः सिद्धान्ततो गृहीतव्या इति ॥
અર્થ :- શુદ્ધ સૂત્રાર્થ કરવાથી જે અભિનિવિષ્ટ બુદ્ધિવાળા નથી તેઓને નિશ્ચયથી પરંપરાભાવતીર્થ જાણવા. શ્રી જંબૂસ્વામીના શિષ્ય-પ્રશિષ્ય સિદ્ધાંતથી ગ્રહણ કરવા.
જિન, ગણધર, ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને પ્રત્યેકબુદ્ધ એ ચાર બુદ્ધિવંતના કરેલા તેને સૂત્ર કહેવાય. અર્થ, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વૃત્તિ વગેરે પૂર્વાચાર્યકૃત પંચાંગી કહેવાય. તે મુજબ શુદ્ધ સૂત્રાર્થના કહેવાવાળા હોય, તથા તે મુજબ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમુખથી પોતે પ્રવર્તતા હોય અને બીજાને પ્રવર્તાવવાવાળા હોય તે મહાત્મા જંબૂસ્વામીની પરંપરાના અને પાંચમા આરાના અંત સુધી આજ્ઞાયુક્ત અને ભાવતીવંત જાણવા. એટલે કે ભાવગચ્છની મર્યાદા પાળવાવાળા જાણવા. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે પૂર્વોક્ત ગચ્છમર્યાદા શ્રી દુપ્પસહસૂરિજી સુધી પ્રવર્તશે. તે પાઠ :