________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર તે આગમ બે પ્રકારનું છે : લૌકિક અને લોકોત્તરિક. ત્યાં આદિ ભેદ કહે છે – સે કિં તે લોઇએ ઇત્યાદિ. અહીં જેમ ભાવશ્રુત કહ્યું તેમ લેવું, અથવા આગમ ત્રણ પ્રકારે પ્રરૂપ્યું તે જ કહે છે - સૂત્ર એટલે સૂત્રાગમ, અર્થ એટલે અર્થાગમ અને સૂત્ર-અર્થ બંને સાથે હોય તે તદુભયાગમ કહેવાય. વળી, આગમ ત્રણ પ્રકારે પણ કહેવાય છે. ગુરુના ઉપદેશ વિના આત્માથી જ જે આગમ તે આત્માગમ જેમ - શ્રી તીર્થકરને અર્થનું કથન તે આત્માગમ જ હોય કેમ કે તેઓ સ્વયમેવ કેવલજ્ઞાને કરી સર્વ પદાર્થને જાણે છે, ગણધર ભગવંતને સૂત્રનું જ્ઞાન હોય તેને આત્માગમ કહેવાય કેમ કે તેમણે જ સૂત્ર ગૂંથ્યા છે માટે, અને તે ગણધરને અર્થનું જ્ઞાન તે અનંતરાગમ કહેવાય, કારણ કે અર્થનું જ્ઞાન તીર્થંકર પાસેથી આંતરો પડ્યા વિના ગણધર પાસે આવ્યું છે તેથી તે કહ્યું છે -- “મ€ માસડું મરહ ફત્યાદ્રિ !”
તથા શ્રી ગણધરના શિષ્ય શ્રી જંબૂસ્વામી આદિને સૂત્રનું જ્ઞાન તે અનંતરાગમ છે, તેમને સૂત્ર ગણધર પાસેથી આંતરા વિના આવ્યું છે તેથી. વળી તેમને અર્થનું જ્ઞાન પરંપરાગમ છે, કારણ કે તે અર્થનું જ્ઞાન ગણધરરૂપી અંતર પામીને આવ્યું છે. પરંપરાથી આવે તે પરંપરાગમ, શ્રી પ્રભવસ્વામીને ગુરુપરંપરાથી મળેલ સૂત્રનું જ્ઞાન અને અર્થનું જ્ઞાન તે આત્માગમ પણ નથી કે અનંતરાગમ પણ નથી, તેને પરંપરાગમ કહેવાય. આ નિયમથી ગણધર ભગવંતના શિષ્યથી પછી થયેલા શ્રી પ્રભવસ્વામીથી માંડીને પાંચમા આરાના છેલ્લા આચાર્ય દુષ્પસહસૂરિ સુધી આચારાંગસૂત્ર આદિ હોય તે પરંપરાગમ જાણવા. તે પરંપરાગમ ઉક્ત આચારને આચરવું તે પરંપરાગમ આચરણા જાણવી. શ્રી ભગવતીસૂત્રમાં પણ ત્રણ પ્રકારના આગમ કહ્યા છે તે પાઠ :
से किं तं पमाणे ? पमाणे चउव्विहे पण्णत्ते । तं जहा पच्चक्खे, अणुमाणे, ओवमे, आगमे जहा अणुओगद्दारे तहाणेयव्वं जाव तेण परं णोअत्तागमे णोअणंतरागमे परम्परागमे ॥
व्याख्या- आगमस्तु द्विधा लौकिकलोकोत्तरभेदात्, त्रिधा वा सूत्रार्थोभयभेदात्, अन्यथा वा त्रिधा आत्मागमानन्तरागमपरम्परा