________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩
કારણથી બાંધતાં નથી' આવાં કપટનાં વચન બોલી ભોળા લોકોને ફંદમાં નાંખવાનો પંથ ચલાવે છે, તેમ અમે નવો પંથ ચલાવ્યો નથી.
પૂર્વકાળમાં પણ શ્રી સુધર્મ કોટિકાદિ ગણ તથા આમિક આદિ ગચ્છો જિનગૃહમાં ત્રણ થોયથી દેવવંદન કરતા આવ્યા છે, તેમ અમે પણ સ્વગચ્છમાં ગુરુપરંપરાએ કહેતા આવ્યા તથા પરગચ્છમાં વર્તમાનકાળમાં કરતાં પણ જોઈએ છીએ તેમ કહીએ છીએ. માટે અમે નવો પંથ ચલાવ્યો છે તેવું બોલવું સાવ જુઠું છે. પરંતુ વર્તમાનકાળમાં સોરઠ દેશને કાળ અપેક્ષાએ સ્વગચ્છ, પરગચ્છમાં કોઈ અનાર્ય કહેતાં નથી, ફક્ત આત્મારામજી કહે છે. તેથી આત્મારામજીએ નવો પંથ ચલાવ્યો છે તેવું કહીએ તો ચાલે.
વળી, અમે અમારી બુદ્ધિથી નવી વાત ઊઠાવી નથી, તોપણ અમે નવો પંથ ચલાવ્યો તેવું મૃષાવચન આત્મારામજી લખે છે. વળી, આત્મારામજી પ્રતિક્રમણના આદિ-અંતમાં ચાર થોયથી ચૈત્યવંદન કરવું લખે છે તે ઠેકાણે અમે લખીએ છીએ કે પંચાંગીમાં આવું ક્યાંય કહેલ નથી. સંવત ૧૯૪૦માં વર્તમાનપત્ર દ્વારા આત્મારામજી અને અમારી વચ્ચે ચર્ચા થઈ ત્યારે અમે સ્તુતનિર્ણયવિભાકર નામે ગ્રંથ બનાવેલો. તેમાં અમે લખ્યું છે કે : પ્રતિક્રમણ આદિ-અંતમાં સામાન્ય પ્રકારે ચૈત્યવંદના ત્રણ થોયથી કરવી. દેવગૃહમાં નવ પ્રકારે ચૈત્યવંદના કરવી અને પૂજા વગેરે વિશિષ્ટ કારણે ચાર થોયથી દેવવંદના કરવી. જેના શાસ્ત્રીય પાઠ પણ અમોએ લખેલ છે. તે ગ્રંથ થરાદથી શ્રી વિવેકસાગરજીએ મંગાવેલ. તેમની પાસેથી આત્મારામજીએ મેળવીને વાંચ્યો. તોય લખે છે કે મેં શ્રાવકોના મોઢે સાંભળ્યું છે કે રાજેન્દ્રસૂરિજી પ્રતિક્રમણની આદિમાં તીન થઈ કરે છે અને ત્રિસ્તુતિકની સ્થાપના કરે છે. સ્પષ્ટ વાંચવા છતાં શા માટે આત્મારામજી એમ કહે છે કે મેં સાંભળ્યું છે ? કેવું જૂઠું ?
સંવત ૧૯૪૦માં આત્મારામજીએ “અમદાવાદ ન્યૂઝ પેપર''માં છપાવેલ કે વ્યાખ્યાન સમયે મુખે મુહપત્તિ બાંધવી તે અમે જાણીએ છીએ, પણ કોઈ કારણથી અમે બાંધતાં નથી. ત્યારે વિદ્યાશાળામાંના શ્રાવકોએ પૂછ્યું કે