________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર સાહેબ આપ મુહપત્તિ બાંધવી રૂડી જાણો છો, તો બાંધતાં કેમ નથી ? ત્યારે આત્મારામજીએ કહેલ કે અમે અહીંથી વિહાર કર્યા બાદ બાંધશું. વિહાર થઈ ગયો અને ઘણો સમય પણ થઈ ગયો, પણ આત્મારામજી હજુ મુહપત્તિ બાંધતાં નથી.
આ ઉપરથી નક્કી થાય છે કે આત્મારામજીનું લખવું બોલવું જુદું છે અને ચાલવું જુદું છે. તેથી આત્મારામજી પ્રતિક્રમણમાં ચાર થઈ માને છે એવું શ્રાવકોના મોઢે સાંભળ્યું તેવું અમોએ લખ્યું તેમાં શું દોષ ? પણ આત્મારામજીને એકલી ચાર થોય માનવાવાળા કહીએ તો ચાલે, કારણ કે ત્રણ થાય તો અમે માનીએ છીએ તે જ તે માને છે, ન માનવાની તો ચોથી થોય એક જ સિદ્ધ થાય છે. (જવાબ પૂર્ણ.).
આત્મારામજી આચરણાથી ચોથી થઈ સિદ્ધ કરે છે, પણ સિદ્ધાંતપંચાંગી તથા ગીતાર્થ આચરણાએ પ્રતિક્રમણની શરૂઆત કે અંતમાં ચોથી થઈ સિદ્ધ થતી નથી. પણ દેરાસરમાં સિદ્ધાંતપંચાંગી અનુસાર ત્રણ સ્તુતિથી દેવવંદન તથા પૂજા આદિ વિશિષ્ટ કારણે ચાર સ્તુતિએ દેવવંદન ગીતાર્થ આચરણાએ સિદ્ધ થાય છે. અહીં હવે આચરણાનું સ્વરૂપ લખાય છે :
સિદ્ધાંતપંચાંગીમાં કહ્યું છે કે વ્યવહાર, કલ્પ, જીત, કરણી કે આચરણા કહો એ એકાર્ય છે. એ વચનથી આચરણા ત્રણ પ્રકારની છે તે આ મુજબ (૧) આગમઆચરણા, (૨) ગચ્છઆચરણા અને (૩) ગીતાર્થઆચરણા. તેમાં આગમ મુજબ આચરણા કરવી તેને આગમઆચરણા કહેવાય.
॥ यदुक्तम् नवांगवृत्तिकारकैः श्रीमदभयदेवसूरिभिः श्री आगमाष्टोतरिकायाम् -
યત: ગામ - आगमं आयरंतेणं अत्तणो हियकंखिणो । तित्थनाहोगुरुधम्मो सव्वे ते बहुमन्निया ॥७॥ व्याख्या - आत्मनः स्वस्य हितकांक्षिणा हितकामिना आगमं अर्हत्प्रणीतसिद्धान्तोक्तमाचारं आचरता अभ्युपगच्छता जनेन