________________
૪૨૫
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
તથા શ્લોકાદિ સ્તુતિરૂપ ગુણવર્ણન કરવે કરીને જ સુલભબોધિકર્મ ઉપાર્જન કરે તો શ્રી ઠાણાંગસૂત્રોના પાઠમાં આચાર્ય તથા ચતુર્વિધ શ્રમણસંઘના પણ વર્ણવાદ બોલવા કહ્યા છે. તેથી આચાર્ય તથા ચતુર્વિધ સંઘની પણ શ્લોકનિબંધરૂપે દેવવંદનામાં સ્તુતિ કરવી જોઈએ. તે પ્રમાણે સ્વગચ્છ તથા પરગચ્છમાં કોઈપણ કરતો નથી તો તે શું આચાર્ય તથા ચતુર્વિધ સંઘના ગુણવર્ણના ઘાતક તથા દુર્લભબોધિ કહેવાય ? અપિ તુ ન જ કહેવાય. કેમ કે ગુણવર્ણન તે એકાંતે શ્લોકાદિ સ્તુતિનિબંધરૂપે નથી, ભાષણરૂપે પણ છે. કારણ કે પૂર્વાચાર્યોને વારે પૂજા-પ્રતિષ્ઠાદિ કારણ વિના અરિહંત ચૈત્ય એટલે મૂલનાયકનિશ્રિત તથા સર્વલોક ચૈત્યનિશ્રિત અને શ્રુતજ્ઞાન નિશ્રિત અનુક્રમે ત્રણ-ત્રણ સ્તુતિના જોડા પણ પાટણ પ્રમુખના ભંડારોમાં પૂર્વાચાર્યોના કરેલા ઘણા દેખવામાં આવે છે. તે સર્વ સ્તુતિઓના જોડા તો ગ્રંથગૌરવના ભયથી અહીં લખતાં નથી, તોપણ કેટલાએક ત્રણ સ્તુતિઓના જોડા શ્રી હરિભદ્રસૂરિજી તથા સુધર્મતપાગચ્છાધિરાજ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પ્રમુખ સ્વગચ્છીય પરગથ્વીય આચાર્યોના કરેલા ભવ્યજીવ નિરપેક્ષી જીવોને જ્ઞાપન કરવાને લખીએ છીએ. ત્યાં પ્રથમ શ્રી અણહિલપુરપાટણ નગરે ફોલવાડા પ્રમુખ ભાંડાગારે પ્રાચીનાચાર્યકૃત પડાવશ્યકવિધિના જીર્ણ પુસ્તકમાં જિનચૈત્યવંદનવિધિમાં શ્રીહરિભદ્રસૂરિજીકૃત સંસારદાવાની ત્રણ સ્તુતિએ કરીને જ ચૈત્યવંદના લખી છે તે જો કોઈને જોવી હોય તો તે પ્રત પણ અમારી પાસે છે તે જોઈને શંકાનિવર્તન કરવી તથા વિરહ શબ્દ અંકિત શ્રી મહાવીરસ્વામી સંબંધની શ્રી હરિભદ્રસૂરિજીકૃત ત્રણ સ્તુતિઓ લખીએ છીએ. તે પાઠ :
| ( મહાવીરગિસ્તુતિઃ છે) वीरं दमिदं जगजीवणाहं, दित्तं सुणिच्चं सुहसंपवाहं । इतिग्गिजालावलिवारीणाहं, णमामि वज्जि च्चिअ तित्थणाहं ॥१। संसारसायरणेवरजाणतुल्ला, दुट्टट्ठकम्ममहणे किर संतिमल्ला । देविंदपुज्जपवरा सयला जिणंदा, मिच्छत्तधंतहरणे जगति दिणंदा ॥२॥