________________
૪૨૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
તથા સાધ્વી સંયત એટલે યતનાવંત તથા વિરતિવંત એટલે ત્યાગી એવા પ્રતિહત પ્રત્યાખ્યાન પાપકર્મ જે હોય એટલે પાપનું પચ્ચક્ખાણ કરી ત્યાગ કર્યો એવા દીક્ષાદિવસથી લેઈ નિરંતર જાવજ્જીવ અભિગ્રહ કરી ભલી ભક્તિના સમૂહે કરી જેવી વિધિ કહી તેવી વિધિએ કરીને સૂત્રાર્થ સ્મરણ કરે ત્યારે બીજે કાંઈ પણ મન નહિ કરતો થકો એકાગ્રચિત્તે તેને વિશે શુદ્ધ અધ્યવસાય એટલે શુભચિત્તે સ્તવન-સ્તુતિ વડે કરી એટલે શક્રસ્તવ અને સ્તુતિ લોન્ગસ પ્રમુખે કરી ત્રણ કાલ ચૈત્ય ન વાંદે તો તેને એક વાર ચૈત્ય ન વાંદવે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કહેવું ।૧।। બીજી વાર ન વાંદવે છેદ ॥૨॥ ત્રીજી વાર ચૈત્ય અણવાંદવે નવી દીક્ષા ॥૩॥ અને અવિધિએ ચૈત્ય વાંદવે તો પારંચિત દંડ. I॥૪॥ કારણ કે અવિધિએ ચૈત્ય વાંદતો થકો બીજાને અશ્રદ્ધા અપ્રતીત કરે. કેમ કે કોઈ ભદ્ર એમ જાણે કે જેમ તેમ ચૈત્ય વાંદવા. વિધિએ અવિધિએ શું ? એવો તેનો ભાવ થઈ જાય. તે તેને આણાભંગની શ્રદ્ધા થાય તો મિથ્યાત્વમાં પડે માટે એ પ્રાયશ્ચિત્ત છે. અહીં કાલાતિક્રાન્ત એટલે પ્રાતાદિકાલ ઉલ્લંઘીને તથા વેલાતિક્રાંત એટલે મર્યાદા એટલે ચૈત્યવંદનાદિ ક્રિયાની મર્યાદા જે ઠેકાણે કહી તે ઠેકાણે ન કરે, અન્યત્ર ઠેકાણે કરે અથવા સમય એટલે સિદ્ધાંત અથવા આચાર અથવા અંગીકાર એટલે સિદ્ધાંતમાં જે ચૈત્યવંદનાદિ ક્રિયા કારણ વિના ચૈત્યમાં કરવાની કહી છે તે બીજે ઠેકાણે કરે વા અંગીકૃત આચાર ઉલ્લંઘે એટલે સિદ્ધાંતમાં જે ચૈત્યવંદનાદિ ક્રિયાનો આચાર અંગીકાર કર્યો છે તે ઉલ્લંઘે, તથા પ્રમાદના દોષથી અવિધિ એટલે વિધિ વિપરીત કરે, તો પ્રાયશ્ચિત્ત પામે, અહીં અરિહંતાદિકના ગુણવર્ણનમાં પણ કાલવેલા સમય ઉલ્લંઘીને દોષ પ્રતિપાદન કર્યો તો દેવાદિકના વર્ણવાદ વિના અવસરે કરવામાં દોષ કેમ ન હોય ? અર્થાત્ હોય જ. જેમ મંત્રાદિ વિધાનમાં દેવોના વર્ણવાદ હોય છે, પણ કાલવેલા સમયોક્ત કરે તો ફલદાયી થાય અને વિપરીત કરે તો મહાદોષકારક થાય છે. તે માટે દેવાદિકનો વર્ણવાદ પણ જે અવસરે કરવાનો હોય તે જ અવસરે કરવો શ્રેય છે. અનં અતિપ્રસંગેન ||
॥ વર્ણવાદરૂપ અંત્યમંગલ પ્રશ્નોત્તર સમાપ્ત II