________________
૪૨૩
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર અભિપ્રાયથી સંભવ થાય છે. પણ પૂર્વોક્ત કારણ વિના સંભવ થતા નથી. અહીં વળી કોઈ કહેશે જે સમ્યગ્દષ્ટિ દેવોના વર્ણવાદમાં સુલભબોધિપણું થાય તો પૂજાદિ કાલ સમય વર્જીને દેવોને વર્ણવાદ કરવામાં કાંઈ દોષ પ્રાપ્ત થાય નહિ. તે માટે અકારણે પણ કરવામાં દોષ નથી. તેને કહીએ કે હે દેવાનુપ્રિય ! ચૈત્યવંદનાદિ આવશ્યકકૃત્યમાં અરિહંતાદિકના જ ગુણવર્ણન છે તોપણ મહાનિશીથસૂત્રના અધ્યાયમાં કાલવેલા સમય ઉલ્લંઘીને અવિધિએ ચૈત્યવંદનાદિ કરવામાં દોષ પ્રતિપાદન કર્યો છે. તે પાઠ :
से भयवं कयरे ते आवस्सगे गोयमाणं चिइवंदणादओ से भयवं कम्हा आवस्सगे असइपमायदोसेणं कालाइक्कमिएइवा वेलाइक्कमिएइवा समयाइक्कमिएइवा अणोवउत्तपमत्तेहिंवा अविहीए समणुद्विवाणोणं जहुतयालंविहीए सम्म अणुट्ठिएइवा असंपट्ठिएइवा वित्थंपट्ठिएइवा अकएइवा पमाएइवा केवइयं पायच्छित्तमतुवइ सेज्जा गोयमा जे केई भिक्खुवा भिक्खुणीवा संजयविरयपडिहयपच्चक्खाय पावकम्मे दिक्खादिया दियाप्पभिईउ अणुदियहं जावज्जीवाभिग्गहेणं सुवस्थे भत्तिनिब्भरे जहुतविहीए सुत्तत्थमणुसरमाणे अन्नमाण से मेगाग्गचिते तगायमणुससुहज्जवसाए थयथुईहिं णतिकालियं चेइए वंदेज्जा तस्सणं एगागवाराए खवणं पायच्छित्तं उवइसेज्जा बीयाए छेवंतइयाए उवट्ठाणं अविहए चेइयाइं वंदेताउ पारं चियं जओ य विहीए चेइयाए वंदेमाणो अन्नेसिं असद्धं जणेई ॥
અર્થ :- અથ પ્રશ્નારંભ - હે ભગવંત ! કયા તે આવશ્યક ? એમ ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછતાં ભગવંત કહે હે ગૌતમ ! ચૈત્યવંદનાદિક. ત્યારે ગૌતમ કહે કે હે ભગવંત ! કયા આવશ્યકમાં બહુ પ્રમાદ દોષે કરી અથવા આવશ્યકકાલ ઉલ્લંઘે કરી, વળી વેલા તથા સમય ઉલ્લંઘે કરી અને અનુપયોગ પ્રમાદે કરી, અવિધિ કરવે કરી નથી. યથોક્ત કાલવિધિ કરી ભલે પ્રકારે અનુમતિ અથવા અસંમષ્ઠિત આજ્ઞા રહિત તથા ન કરવે, પ્રમાદ થયે એટલે પ્રમાદ કરે, અવિધિ કરે, અવસર વિના કરે, ન કરે તો તેને કેટલું પ્રાયશ્ચિત્ત કહેવું ? ભગવંત કહે કે હે ગૌતમ ! જે કોઈ સાધુ