________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
? તે બુદ્ધિવંતોએ વિચારવું. તથા ચતુર્થસ્તુતિનિર્ણય પૃષ્ઠ-૧૬૦માં આત્મારામજી આનંદવિજયજીએ આવશ્યકસૂત્રનું નામ લખી પાઠ લખ્યો છે તે પાઠ આવશ્યકસૂત્રનો નથી. પણ સંવત્ ૧૧૮૩ની સાલમાં થયેલા શ્રી ચંદ્રગચ્છીય શ્રી વિજય સિંહાચાર્યના શ્રાદ્ધપ્રતિક્રમણચૂર્ણિનો પાઠ છે. તે શ્રાદ્ધપ્રતિક્રમણ-ચૂર્ણિમાં દેવસિ પ્રતિક્રમણની વિધિ શ્રાવકને અધિકાર કરી સર્વ લખી છે. પણ તે વિધિમાં શ્રુત-ક્ષેત્રદેવતાના કાયોત્સર્ગ કરવા સંભવતા જ નથી. જો સંભવતા હોત તો ચૂર્ણિકારે લખ્યા હોત. પણ તે सच्या नथी. तथा च तत्पाठः
४०५
इह पुण सावगपडिक्कमणेण अहिगारो । तत्थ सावगो चईउण घरवासवासगं काऊण धम्मज्झाणसुट्ठियं खमणेगं मणं चईहरेवा पोसहसालाएवा साहुमूलेवा गिहेगदेसेवा सामाईयं विहिणा काऊणं पक्किमणं ठाई तत्थ पढमं चेइए साहूय वंदिय पुणो सामाइयदंडगं कड्डिऊण आलोयएण दंडगावसाणे दिवसाइयारचिंतणट्ठा काउस्सग्गं ठाइ पारित्ता चडवीसत्थयं कडूई मुहणंतयं पडिलेहियं वंदणयं देई तओ आलोयणादंडगं पढइ तयं ते गुरुणादिण्णाइयारे निवेइत्ता अमुगं पच्छित्तं आलोयणाए आलोएज्ज सुत्तिमिच्छादुक्कडं भणइ संडासगं मज्जित्ता उवविट्ठो पंचमंगलं उच्चरेइ सामाइदंडगं आलोयणदंडगं च पढिऊण तओ पडिक्कमणसुत्तं अक्खलियाईगुणसंयुत्तं उच्चारेई तयणंतरं दुलावसावत्तवंदणए खामणं करेई पुणो वंदणयं दाऊ सामाइयसुत्तपुव्वमालोयणादंडगं अणुकढई चारित्ताइयारविसोहीनिमित्तं पंचासऊसासपमाणं काउस्सग्गं ठाई चउवीसत्थयं सुयत्थयं च पढइ दंसणसुयनाणाइयारविसोहिनिमित्तं पणवीसासुस्साग्गं ठाऊण सिद्धत्थयं पढई मुहणंतयं पडिलेहई समत्तिवंदणं काऊं इच्छामो अणुसट्ठि भणित्ता निविट्ठो भूमीकयजाणु वापवट्टणाओ तित्थाहिव थुईओ तिन्निमंगलत्त कढई तओ समत्त पडिक्कमणो भव ॥
અર્થ :- અહીં વળી શ્રાવક પડિક્કમણે કરે તે અધિકાર છે. ત્યાં શ્રાવક ઘરવાસ કામ છોડી કરીને ધર્મધ્યાનમાં રહેલો ક્ષણ એક અને ચૈત્યમાં તથા