________________
૪૦૪
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર દેખાતી નથી. અને પંચવસ્તુ આદિ ગ્રંથોમાં દેવસિક પ્રતિક્રમણવિધિના અંતમાં લખે છે તે પક્ની-ચોમાસ-સંવર્ચ્યુરી પ્રતિક્રમણ પણ દેવસિક પ્રતિક્રમણ વિના ન હોય તે માટે પબ્બી વગેરે સંપૂર્ણ કરવાના દેવસિ પ્રતિક્રમણમાં લખે છે. પણ નિત્ય દેવસિપ્રતિક્રમણમાં નહીં. જો નિત્ય પ્રતિદિન કરવા અર્થે પંચવસ્તુનો લેખ હોત તો દેવસિ પ્રતિક્રમણની વિધિ સંપૂર્ણ થયા પછી “સાયરા, સુવાડુvi હસો ઇત્યાદિ પાઠને લગતી પાક્ષિક પ્રમુખ ક્ષેત્રદેવતાદિ કાયોત્સર્ગ પ્રતિપાદક “વરમાસિU વસિરે ટોર્ડ વિરૂદેવયા રમ્યો '' ઇત્યાદિ પૂર્વધરકૃત ગાથાનો પ્રમાણ ન લખત. અને જો પૂર્વધરકૃત ગાથાનો પ્રમાણ લખ્યો તેથી એમ જ સિદ્ધ થાય છે કે પંચવસ્તુકારે પણ પાક્ષિક પ્રમુખમાં જ ક્ષેત્રદેવતાદિકના કાયોત્સર્ગ પ્રતિપાદન કર્યા છે. અન્યથા નિત્ય પ્રતિદિન પ્રતિપાદન કર્યા પૂર્વધરોના વચન વિઘટમાન થાય અને આજ્ઞાભંગદોષ પ્રાપ્ત થાય. તથા નિર્યુક્તિમાં "दुनिय हुंति चरित्ते दंसणनाणे अ होइ इक्किक्को सुअखेत्तदेवयाए થફતે પંવમંત્નિચં'' એ ગાથા કોઈ ટીકા-ચૂર્ણિમાં છે જ નહીં. તેથી કોઈએ પ્રક્ષેપ કરી છે, પણ નિર્યુક્તિકાર કૃત નથી, એવું આવશ્યકદીપિકામાં લખે છે. તે પાઠ :
तथा वृत्तिचूर्खादिषडक्काथादर्श गाथा दृश्यते - दुन्निय हुंति चरित्ते इत्यादि चारित्राशोधये द्वौ उद्योततकरोस्तः दर्शनज्ञानयोरेकैक उद्योतकरः स्यात् श्रुतक्षेत्रदेवतयोः स्तुतेरंते पंचमंगलनमस्कारो भण्यः परं उत्तरार्द्धार्थः सिद्धांते मया न ज्ञातोऽस्ति स्तुतिशब्दो देव्या दुर्घट इव ॥
અર્થ :- વૃત્તિ-ચૂર્ણાદિકોમાં તો મેં આ ગાથા દીઠી નથી. પણ કોઈક પુસ્તકમાં લખે છે કે ચારિત્ર શોધવા અર્થે છે. લોગસ્સનો કાઉસ્સગ્ગ, દર્શન-જ્ઞાનને અર્થે એકેક લોગસ્સનો કાઉસ્સગ્ન થાય, શ્રુત-ક્ષેત્રદેવીની થોયના અંતમાં નવકાર કહેવો. પણ આ ગાથાના અંતના બે પદ છે તેનો અર્થ સિદ્ધાંતમાં ભણ્યો નથી. કેમ કે દેવીની થોય કહેવી દુર્ઘટ છે.
એટલે સિદ્ધાંતયુક્તિએ સંભવિત નથી. અહીં દેવ્યાદિકોની સ્તુતિ દુર્ઘટ કહી તે માટે ચોથી થાય પણ પૂજા-ઉપચારાદિ કારણ વિના કેમ સંભવે