________________
४०६
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પોસહશાલામાં તથા સાધુ કને અથવા ઘરના એક ભાગમાં સામાયિક વિધિ કરીને પડિક્કમણ ઠાવે. ત્યાં ચાર ખમાસમણ દઈએ એટલે ચૈત્ય સાધુને વાંદીને પછી પડિક્કમણ ઠાઈને કરેમિ ભંતે કહે. ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ કહી તસુત્તરી અન્નત્ય અતિચાર ચિંતવવા કાઉસ્સગ્ન ઠાવે, કાઉસ્સસ્ પારીને લોન્ગસ્સ કહે, મુહપત્તિ પડિલેહી વાંદણા આપી પછી ઇચ્છામિ દેવસિય આલોએ કરી ગુરુને અતિચાર કહી અમુક પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે. દિવસના અઢાર વાપસ્થાનક આલોઇ મિચ્છામિ દુક્કડે સંડાસા પડિલેહી પૂંજી બેસી પંચમંગલનવકાર કહે. સામાયિક કહે ઇચ્છામિ પડિ. પછી પડિક્કમણસૂત્ર અસ્મલિત કહે. પછી દ્વાદશાવર્ત વાંદણા આપી અભુઢિઓ ખમાવીને વલી વાંદણા દેઈ પછી સામાયિક ઇચ્છામિ ઠામિ અન્નત્થ, ચારિત્રાતિચાર શોધવા પચ્ચાસ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ પારી લોગસ્સ સલૂલોએ પચ્ચીસ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ પારી પુખરવરદી, વંદણ, અન્નત્ય, પચ્ચીસ શ્વાસોચ્છવાસ કાઉસ્સગ્ગ પારી સિદ્ધાણં બુદ્ધાણં કહી મુહપત્તિ પડિલેહી વાંદણા દેઈ ઇચ્છામિ અણુસદ્ધિ કહી ભૂમિ ઉપર ઘૂંટણ સ્થાપી નમોડસ્તુ વર્ધમાનાય એ વર્ધમાન ત્રણ થઈ કહે ત્યારે પડિક્કમણું સમાપ્ત થાય છે. એ પડિક્કમણાની વિધિમાં શ્રુત-ક્ષેત્રદેવીની સ્તુતિ-કાઉસ્સગ્ગ નથી. તેથી એમ જાણીએ છીએ સિ વરિત્ત એ ગાથા નિર્યુક્તિમાં સંવત્ ૧૨ પહેલી તથા પછી સંપ્રદાયભેદથી મમતભાવે કોઈએ પ્રક્ષેપ કરી હશે. તેથી પૂર્વાચાર્યોના ગ્રંથોમાં દેવસીની વિધિમાં શ્રુત-ક્ષેત્રદેવીનો કાઉસ્સગ્ન પ્રતિપાદન કર્યો નથી. એ અભિપ્રાય જણાવવા દીપિકાકારે પણ દુર્ઘટ કહી પણ પપ્પી, ચોમાસી, સંવછરીએ આચરણાએ સાધુને ક્ષેત્રદેવીનો કાઉસ્સગ્ગ આજ્ઞાને અર્થે કરવો સંભવે છે પણ સ્તુતિ કહેવી ન સંભવે. કેમ કે પૂર્વાચાર્યોના ગ્રંથોમાં આચરણાએ ક્ષેત્રદેવી પ્રમુખનો કાયોત્સર્ગ પ્રતિપાદન છે પણ સ્તુતિનું પ્રતિપાદન નથી. કારણ કે મૃતદેવીનો કાયોત્સર્ગ શ્રુતસમૃદ્ધિનિમિત્તે જિનવાણી આરાધક પુરુષ આચરણાએ નિરંતર કાયોત્સર્ગ કરે તો આરાધક પુરુષ આચરણાએ નિરંતર કાયોત્સર્ગ કરે તો અટકે નહિ. પરંતુ ક્ષેત્રદેવતાદિકનો કાયોત્સર્ગ આચરણાએ છે. તે પૂર્વાચાર્યોના ગ્રંથોના અભિપ્રાયથી સાધુને અવગ્રહયાચનનિમિત્તે છે અને અવગ્રહયાચન કરી પછી અવગ્રહદાતાની સ્તુતિ કરવી તેથી