________________
૩૭૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર चागमे एवंविधसूत्रादनुक्तार्थसिद्धेः । उक्तं च - गोसेमुहणंतगाईत्यादि । अत्र मुखवस्त्रिका मात्रोक्तेः। आदिशब्दाच्छेषोपकरणादिपरिग्रहोऽवसीयते सुप्रसिद्धत्वात् प्रतिदिवसोपयोगाच्च न भेदेनोक्त इति इहोच्छासमानमित्थं न पुनर्येयनियमः यथापरिणामेन हि तत्स्थापनेशगुणततत्वानि वा स्थानवर्णार्थालंबनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा प्रतिविशिष्टमध्येय-ध्यानं हि विवेकोत्पत्तिकारणमित्यलं प्रसंगेन ।
અર્થ - કાઉસ્સગ્ગના પ્રમાણનો એકવીસમો દ્વારા કહેવાની ઇચ્છા કરતાં ગાથાપૂર્વાર્ધ કહે છે “ફરિફ' એટલે ઇરિયાવહીના કાઉસ્સગ્નનું પ્રમાણ એટલે કાળમર્યાદા, તે ૨૫ પચ્ચીશ શ્વાસોચ્છવાસની છે, કેમ કે ચૈત્યાદિ વિષયી જવા-આવવાના અતિચારનું વિશોધકપણું છે. તેથી તેમજ આગમમાં કહ્યું છે કે ભાત, પાણી, શયન, આસન અને અરિહંત, શ્રમણ, સિક્કાને (શવ્યાને) વિશે, ઠલ્લે-માત્રુ પરિઠવવું એટલામાં ૨૫ ઉચ્છવાસનો કાયોત્સર્ગ હોય. તેમ ભાષ્યમાં પણ કહે છે કે પચ્ચીસ ઉચ્છવાસનો ઇરિયાવહી કાઉસ્સગ્ગ તે લોગસ્સના ચંદેસુ નિમ્મલયરા સુધી પચ્ચીસ પદે કરી પદ જેટલા ઉસાસ એ વચનથી પૂરો થાય ત્યારે પછી નમસ્કાર કરી પારીને સંપૂર્ણ લોગસ્સ કહે એમ વૃદ્ધો કહે છે. એમ કહેવાથી કોઈ પ્રતિક્રમણ કાઉસ્સગ્ગ માની લે તે માટે કહે છે, એ વ્યાખ્યાન કરવાથી એ કાયોત્સર્ગનો દેવસિક પ્રતિક્રમણમાં અભાવ છે. કેમ કે તે દેવસી પ્રમુખમાં તો દિવસના અતિચાર લાગ્યા તેમનું વિશોધકપણું છે. તેથી તેમનું માન ચોગણા ઉચ્છવાસાદિકનું છે. તેથી, તથા વળી પડિક્કમણાના કાઉસ્સગ્ન નિયત છે તેથી અને ઇરિયાવહી પ્રમુખનો કાઉસ્સગ તે વળી અનિયત છે તેથી હવે નિયત-અનિયતનો તેમજ વળી આર્ષ એટલે આગમ દેખાડે છે કે દેવસીના કાઉસ્સગ્નનું પ્રમાણ ૧૦૦ શ્વાસોચ્છુવાસનું, રાત્રિનું પ્રમાણ ૫૦ શ્વાસોચ્છવાસનું, પમ્પીમાં ૩૦૦ શ્વાસોચ્છવાસ, ચોમાસામાં પાંચસો ૫૦૦ ઉચ્છવાસ અને સંવત્સરી પ્રતિક્રમણમાં ૧૦૦૮ ઉચ્છવાસ. હવે લોગસ્સનું પ્રમાણ કહે છે, રાત્રિ-દેવસિ પ્રતિક્રમણમાં બે અને ચાર લોગસ્સ, પબ્બીમાં ૧૨ લોગસ્સ, ચોમાસામાં ૨૦ લોગસ્સ અને સંવત્સરી પ્રતિક્રમણમાં ચાલીસ