________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
લોગસ્સ વળી એક નવકાર હોય. હવે નિશ્ચે નિરંતર જે કાઉસ્સગ્ગનું પ્રમાણ તે કહે છે - દેવસી ૧ રાઇ ૨ પક્ખી ૩ ચોમાસી ૪ અને સંવત્સરી ૫ એટલામાં તો જેટલા કહ્યા તેટલા જ શ્વાસોચ્છ્વાસના કાઉસ્સગ્ગ હોય, ઓછાં-અધિકાં હોય હોય નહીં. માટે એ નિયત કાઉસ્સગ્ગ જાણવા. શેષ બધા અનિયત જાણવા તેઓ હોય અથવા ન હોય અને ઓછાં-અધિકાં પણ હોય. માટે ગમનાદિ વિષય અનિયત જાણવા. એ બહુ સૂક્ષ્મબુદ્ધિએ વિચારવું તથા આઠ શ્વાસોચ્છ્વાસનું ચૈત્યવંદનના કાયોત્સર્ગનું કાલમાન કહ્યું. કારણ કે આગમમાં આઠ જ ઉચ્છ્વાસ પઠવણ પ્રતિક્રમણમાં કહ્યું છે.
-
૩૭૭
હવે કોઈ કહે કે એ આગમમાં તો ચૈત્યનો નથી કહ્યો તેને કહેવું કે તું કહે છે કે એ ચૈત્યના ઉચ્છ્વાસ પણ આક્ષિપ્ત છે, તેથી સ્થાપિત ગાથા સૂત્રના ઉપલક્ષણથી જાણવું. માટે બીજી જગ્યાએ પણ આગમમાં એવા પ્રકારના શબ્દથી નહીં કહેલા અર્થની સિદ્ધિ થાય છે. તે બીજા રહેલા ઉપગરણ પ્રમુખ પરિગ્રહ જાણીએ છીએ. કેમ કે પ્રસિદ્ધપણાથી અને દરરોજ ઉપયોગી છે તેથી ભેદ કરી કહ્યાં નહીં વગેરે શબ્દ એમ જ વળી કહે છે. જેમ કે ‘“ગોતેમુર્તુવૃંતારૂં'' ઇત્યાદિ. આ ઠેકાણે માત્ર મુહપત્તિ જ કહી
તેમાં આદિ શબ્દથી બીજા ઉપકરણનો પરિગ્રહ પણ જાણવો. એ ઉપકરણ અતિપ્રસિદ્ધ છે. અને પ્રતિદિવસ ઉપયોગમાં આવે છે માટે તેમને જુદાંજુદાં કહી બતાવ્યાં નથી. એ જ પ્રમાણે અહીંયાં ઉચ્છ્વાસમાન પણ જાણવું. પણ ધ્યેયનો નિયમ નથી. કારણ કે તે યથાપરિણામે સ્થાપનાઈશના ગુણતત્વનું ચિંતવન કરે અથવા સ્થાન-વર્ણ-અર્થનું અવલંબન કરે તથા પોતાના દોષના પ્રતિપક્ષનું ચિંતન કરે. ઇત્યાદિ પ્રતિવિશિષ્ટમાં જેને વિવેકોત્પત્તિ નિશ્ચે કારણ હોય તે ધ્યાન કરે. પ્રસંગ વધારવે કરીને સર્યું.
આ પાઠમાં દેવસિકાદિક પ્રતિક્રમણમાં નિયત કાયોત્સર્ગ દ્વાર કહ્યું પણ ચૈત્યવંદના કાયોત્સર્ગદ્વાર પ્રતિક્રમણમાં કહ્યું નથી. તેથી વિસ્તાર ચૈત્યવંદના જિનગૃહમાં જ કરવી સિદ્ધ થાય છે. પણ પ્રતિક્રમણમાં કરવી સિદ્ધ થતી નથી. તથા વળી અહીં કોઈ કહેશે જો પ્રતિક્રમણગર્ભહેતુમાં તો વિસ્તારથી દેવવંદના લખીને પ્રતિક્રમણવિધિ લખે છે તો પ્રતિક્રમણમાં પણ વિસ્તારે