________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
દેવવંદના કરવી એવું ઉપાધ્યાયજીનું કથન નથી. કેમ કે ઉપાધ્યાયજીનો શોધેલો શ્રી ધર્મસંગ્રહ તેનો પાઠ પહેલાં લખી આવ્યાં છીએ. તેમાં સાંજના સૂર્યમંડળનો અડધો ભાગ દીઠાં પહેલાં શ્રાવક જિનપૂજાને અંતરે પ્રતિક્રમણ કરે એમ કહ્યું છે. તેમજ ઉપાધ્યાયજી પોતે પણ ગર્ભહેતુસ્વાધ્યાયમાં
૩૬૯
“અરધનબુઠ્ઠ રવિ ગુરુ સૂત્ર કહે કાલ પૂરો રે,
દિવસનો રાતિનો જાણીએ દસ પડિલેહણથી સૂરો રે ॥૬॥ શ્રુ. II'' એ ગાથામાં સૂર્યમંડળનો અડધો ભાગ દેખાતાં પ્રતિક્રમણસૂત્ર કહે તે દેવસ પ્રતિક્રમણનો કાળ બતાવ્યો. ને દશ પડિલેહણ કરતાં સૂર્ય ઊગે તે રાત્રિ પ્રતિક્રમણનો કાળ કહ્યો. તેથી પ્રતિક્રમણના આદિ-અંતમાં સામાન્ય વિધિએ જ દેવવંદન કરવા સંભવે, પણ વિશેષ વિધિએ દેવવંદન કરવા ન સંભવે. વળી શ્રી બૃહત્ખરતરગચ્છસામાચારીમાં તેમજ કહ્યું છે. તે પાઠ :
उभयोरप्यावश्यकयोराद्यंतेषु मंगलार्थं यदाहर्मुखे प्रदोषे च विस्तरतो देववन्दनं तद्विशेषमंगलार्थं कालवेलाप्रतिबद्धत्वेन न संभाव्यते अन्यथा वा कारणं यथागमं ज्ञेयं ॥
એ પાઠનો ભાવાર્થ પહેલાંની પેઠે જાણવો. એમાં પણ વિસ્તારે દેવવંદન નિષેધ્યા. તથા સુવિહિત શિરોમણી શ્રી પ્રદ્યુમ્નસૂરિજીકૃત સામાચારીમાં પણ પ્રતિક્રમણના આદિ-અંતમાં જધન્યોત્કૃષ્ટ ચૈત્યવંદના કહી છે, પણ વિસ્તારેથી કહી નથી. તે પાઠ :
निव्वाघाए सव्वे गुरुणा सहव्व ठंति कहमवि । वाघाए पुच्छित्ता आवस्सं तेवि ठावंति ॥६७॥ वाघाओ गुरुणं वा सड्ढाइयाणमुवएसा इह । ताव अणेसुत्तत्थं काउस्सग्गठिया चिंतेड़ ॥ ६८ ॥ जो हुज्जा असमत्थो बालोवुड्डो व वाहिसंजुत्तो । सो आवस्सयसमए अच्छिज्जा णिज्जरापेहि ॥६९॥ अह गुरु ठायइ एवं तया इमा विहि साहु सहे ।