________________
૩૬૮
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર खुंकारादेरपि निषेधात् अन्यथा तत्करणेन जागरितैर्गृहगोधादिजीवैमक्षिकपद्रवाद्यारंभः प्रातिवेश्मिकैर्वा स्वआरम्भः प्रव]त तथा च परम्परया निरर्थक अनेकदोषाः प्रवर्तिता भवेयुः ॥
ભાવાર્થ:- સવારે પચ્ચકખાણ કરીને પછી ઇચ્છામો અણુસદ્ધિ કહી બેસી ત્રણ થાય પછી પાઠપૂર્વક ચૈત્યોને વંદે તો કેવી રીતે કહે છે - ઇચ્છામો અણુસદ્ધિ ભણી બેસીને મૃદુ શબ્દ કરીને ત્રણ થોય કહ્યાં પછી શકસ્તવે ચૈત્ય વંદે, //ના બંને પણ આવશ્યકના એટલે રાઇ-દેવસિ પ્રતિક્રમણના આદિઅંતને વિશે મંગલ અર્થે ચૈત્યવંદન અંગીકાર કર્યા છે તો પણ જો દિવસરાત્રિના મુખ તે વિશે વિશેષ મંગલને અર્થે કાળવેળા પ્રતિબદ્ધપણે કરીને વિસ્તારથી દેવવંદન કરવા તે સંભવતા નથી. અન્યથા વળી જે પ્રકારે આગમમાં કારણ કહ્યા છે તે કારણ અંગીકાર કરીને એટલે રાતના વિશે ઊંચે સ્વરે કરીને શબ્દ, ખાંસી, હુંકાર, ખુંકારાદિક પણ આગમમાં નિષેધવાથી એ પ્રતિક્રમણ મંદ શબ્દ જ કરવું, નહીંતર વળી તે તે પૂર્વોક્ત કાર્ય બધા કરીને ગરોળી પ્રમુખ જીવ જાગ્રત થયા થકાં માખીઓના ઉપદ્રવ, આરંભમાં પ્રવર્તે, અથવા પ્રભાતના કૃત્ય કરવાવાળા લોક નિજનિજ આરંભના કાર્યમાં પ્રવર્તે. તથા વળી એકથી બીજો બીજાથી ત્રીજો એવી રીતે પરંપરાએ કરીને નિરર્થક અનેક દોષ પ્રવર્તિપણે થાય.
એ પાઠમાં પ્રતિક્રમણના આદિ-અંતમાં વિસ્તારે દેવવંદન નિષેધ્યા. તેથી શ્રીમદુપાધ્યાય શ્રી યશોવિજયજીએ પણ ગર્ભહેતુસ્વાધ્યાયમાં રાત્રિ પ્રતિક્રમણને અંતે “ઇચ્છામો અણુસટિં” કહી “તિગશુઈ થવ ચિઇવંદણ સુહ ઝાણ રે ચ.// ” એ વચનથી સામાન્ય પ્રકારે દેવવંદના કહી, પણ વિસ્તારે દેવવંદના કહી નથી. અને સંધ્યાના પ્રતિક્રમણની આદિમાં બારે
અધિકાર સાથે વિસ્તારે દેવવંદના કહી છે તે પહેલાં મહાભાષ્યાદિક અનેક શાસ્ત્રોમાં શ્રાવકને ત્રણ કાળ પૂજા અવસરે વિસ્તારે દેવવંદના કહી છે. તેથી સંધ્યાની પૂજા અવસરે શ્રાવકને ત્રણ કાળ પૂજા અવસરે વિસ્તારે દેવવંદના કહી છે. તેથી સાંજની પૂજા અવસરે શ્રાવકને દેવ વાંદતાં બાર અધિકાર ભાવવા પ્રતિપાદન કર્યા સંભવે છે. પણ પ્રતિક્રમણમાં બાર અધિકાર સાથે