________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૨૩ પૂર્વધર નિકટકાળવર્તી અને પૂર્વધર પશ્ચાત્કાલવર્તી આચાર્યોના ગ્રંથોમાં પ્રતિક્રમણ આદિ-અંત વિધિમાં પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક સંબંધી દેવસી પ્રતિક્રમણના અવસાનમાં ક્ષેત્ર-ભુવનદેવીના આજ્ઞા નિમિત્તે કાયોત્સર્ગ વગર કોઈ ઠેકાણે પૂર્વોક્ત દેવતાઓના કાયોત્સર્ગ પ્રમુખ કરવા કહ્યા નથી. તે કેટલાક ગ્રંથોમાં પાઠ પંચાંગીપૂર્વક ભવ્ય જીવોને જ્ઞાપન કરવા માટે અનુક્રમે લખીએ છીએ. ત્યાં પ્રથમ શ્રી ઉત્તરાધ્યયન મૂળ સૂત્રમાં સામાન્ય પ્રકારે દેવસી-રાઈની વિધિ કહી છે. તે પાઠ : पासवणुच्चारभूमिं च पडिलेहिज्ज जयं जई। काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥३८॥ देसिअं च अइयारं चिंतिज्ज अणुपुव्वसो । नाणे दंसणे चेव चरित्तंमि तहेव य ॥३९॥ पारिअ काउस्सग्गो वंदित्ताणं तओ गुरुं । देसिअं तु अइआरं आलोइज्ज जहक्कमं ॥४०॥ पडिक्कमित्तु निस्सल्लो वंदित्ताणं तओ गुरुं । काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥४१॥ पारिअ काउस्सग्गो वंदित्ताणं तओ गुरुं । थुई मंगलं काउं कालं संपडिलेहए ॥४२॥
સંક્ષિપ્ત ભાવાર્થ:- સ્થંડિલ માત્રાની ભૂમિ પડિલેહીને એટલે ૨૪ માંડલા કરીને ગુરુ આજ્ઞાએ દેવસીના અતિચાર આલોવવાનો બધા દુ:ખ મટાડનારો કાઉસ્સગ્ન કરે. તેમાં દેવસીના અતિચાર અનુક્રમે વિચારે, તે અતિચાર શેના? માટે કહે છે, જ્ઞાન-દર્શન-ચારિત્રમાં લાગ્યા છે. તેમજ પછી કાઉસગ્ગ પારીને વાંદીને દિવસના અતિચાર અનુક્રમે આલોવે, પછી નિઃશલ્ય થયો પડિક્કમીને ગુરુને વાંદીને બધા દુઃખ દૂર કરે એવો કાઉસ્સગ્ન કરે, પછી કાઉસ્સગ્ગ પારીને ગુરુને વાંદીને સ્તુતિમંગલ કરીને કાળ પ્રતિલેખણા કરે, એટલે સજઝાય કરવાનો અવસર દેખે.