________________
૩૨૨
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
ચોથી થોય સ્થાપવા માટે જેવી તેવી રીતે મનમાં આવે તેમ વારંવાર લખતાં જેમ જેઠમલજી ઢુંઢકે “જ્યવસ્તિમ્મા”નો અર્થ ફેરવતાં સંસાર વધી જવાનો કંઈપણ ડર ખાધો નથી. તેમ આત્મારામજી આનંદવિજયજીએ પણ પૂર્વધર તથા પૂર્વાચાર્યોનું વચન ઉલ્લેખન કરતાં સંસારવૃદ્ધિ થવાનો કિંચિત્માત્ર પણ ડર રાખ્યો નથી. પણ સર્બુદ્ધિવાન પુરુષોએ યથાર્થ જાણવું જોઈએ કે પૂર્વોક્ત અનેક જૈનશાસ્ત્રના લેખથી પૂજા-પ્રતિષ્ઠા વગેરે કારણે સમ્યગ્દષ્ટિ કારણે સમ્યગ્દષ્ટિ દેવતાઓના કાયોત્સર્ગ કરવા અને તેમની થોય કહેવી હોય કે પૂજા-પ્રતિષ્ઠા વગેરે કારણે સમ્યદૃષ્ટિ દેવતાના કાયોત્સર્ગ જૈનમતના શાસ્ત્રોમાં કરવા કહ્યાં છે કે નથી કહ્યાં તો એ પૂર્વોક્ત શાસ્ત્રોના પાઠથી નિશ્ચે સિદ્ધ થાય છે કે પ્રતિક્રમણના આદિ-અંતમાં ઉભયકાળ જિનગૃહમાં ત્રણ થોય દેવવંદન અને પૂજા-પ્રતિષ્ઠા કારણે ગીતાર્થ આચરણાએ ચોથી થોય સાથે ત્રણ થોયએ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાએ અવશ્ય દેવવંદન કરવું.
इति चतुर्थस्तुतिनिर्णयशंकोद्धारे अपरनाम्नि चतुर्थस्तुतिकुयुक्तिनिर्णयच्छेदन कुठारे गीतार्थाचरणया पूजाप्रतिष्ठादिविघ्नोपशमादिकारणे चतुर्थस्तुतिकथननिदर्शनो नाम त्रयोदशः परिच्छेदः ॥ १३॥ ॥ અથ ચતુર્દશ: પરિચ્છેઃ ॥
પૂર્વપક્ષ :- પ્રવ્રખ્યાવિધિ મેં સૌર પ્રતિષ્ઠાવિધિ મેં તો તુમ પૂર્વોત્ત લેવાયાં का कायोत्सर्ग अरु थुई कहनी मानते हो परंतु प्रतिक्रमण में क्यों नहीं मानते हो ? तथा श्रुतदेवता क्षेत्रदेवता का कायोत्सर्ग अरु तिनकी थुईयों कहनी क्यों नहीं मानते हो ?
જવાબ ઃ- હે પૂર્વપક્ષી ! તમારા બે પ્રશ્નોના જવાબ એકસાથે જ આપીએ છીએ કે પ્રતિક્રમણના આદિ-અંતે પૂજા-પ્રતિષ્ઠાના કારણ વિના જિનગૃહમાં પહેલાના કાળમાં ત્રણ થોયે ચૈત્યવંદન અર્થાત્ દેવવંદન કરી સાધુ-શ્રાવક પ્રતિક્રમણ કરે ઇત્યાદિ સર્વ વાત શંકા-સમાધાનપૂર્વક અનેક શાસ્ત્રોની સાક્ષીથી ઉપર લખી આવ્યા છીએ. તોપણ શ્રી ગણધર મહારાજ કૃત સૂત્રોમાં તથા પૂર્વધર આચાર્ય કૃત ગ્રંથોમાં અથવા પૂર્વધર વર્તમાનકાળવર્તી તથા