________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૨૧ સિદ્ધ થઈ તો ચોથી થાય પણ અપવાદને કારણે કરવી અર્થાત્ સિદ્ધ થઈ. કેમ કે ઢેઢકમતિ જેઠમલજી વિરચિત સમકિતસાર ભાગ-૧ પૃષ્ઠ ૩૨માં લખે છે કે, “વલી એ “સાષ' તો સૂત્ર મળે છે, જે કાર્યવિશેષે લૌકિકપક્ષે સમદષ્ટિ ને શ્રાવકને અન્ય દેવ માનવા પડે છે ૮ અને તે કહેશે જે “અસઇજ” શ્રાવક દેવતાની સાઘ (સહાય) ન વાંછે, તો તમે કહો છો જે ચોવીસ તીર્થંકરના ચોવીસ જક્ષ ચોવીસ જક્ષિણી રક્ષા કરે છે. વળી શાસનદેવતા સહાય કરે છે, તેમની થઈઓ પડિક્કમણામાં તમે કહો છો, ચાર તીર્થ સહાય ન વાંછે, તો એ જક્ષ-ક્ષિણી કોની રક્ષા કરતાં હશે ? વલી શત્રુંજય ઉપર ચક્કસરી માતાને કેમ પૂછો છો ?”
એ જેઠમલજી ઢુંઢિયાના લેખનું ખંડન કરતાં સમ્યક્તશલ્યોદ્વાર પૃષ્ઠપ૪માં આત્મારામજીએ એવી રીતે પ્રત્યુત્તર લખ્યો છે કે “જેઠા ઢેઢકે લખ્યું છે કે સમ્યક્તદષ્ટિ અન્ય દેવને પૂજે છે” તે મિથ્યા છે, કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહીં, મિથ્યાદૃષ્ટિ હોય તે પૂજે અને શ્રાવકે ગુરુ મહારાજના મુખે છે આગાર સહિત સમ્યક્ત ઉચ્ચર્યું હોય તે શાસનદેવતા પ્રમુખ સમકિતદષ્ટિની ભક્તિ કરે છે, તે સાધર્મીનાં સંબંધને કરીને કરે છે, તેને અન્યદેવ કહેવાતાં નથી, વલી જે કોઈ સમ્યગ્દષ્ટિ કોઈપણ અન્ય દેવને માનશે તે દેવતા કાં તો સમ્યગ્દષ્ટિ હશે અથવા તો કોઈ ઉપદ્રવ કરવાવાળા હશે. તેને માટે શ્રાવકને “રેવામિયો” આગાર છે. પરંતુ તંગિયાનગરીના શ્રાવકોને શું કષ્ટ આવી પડ્યું હતું જે અન્ય દેવને પૂજયા? જેઠો મૂઢમતિ કહે છે કે “ગોત્રદેવ પૂજ્યા” તે ક્યા પાઠનો અર્થ છે? ગોત્રદેવતા કોઈપણ શ્રાવકે પૂજ્યા હોય તો સૂત્રપાઠ દેખાડો, કારણ કે અન્ય દેવને શ્રાવક પૂજે નહીં.”
એ બેઉ લેખ સમકિતસાર તથા સમ્યક્તશલ્યોદ્ધારમાં જેમ છે તેમ લખ્યા છે. હવે બુદ્ધિવાળાઓએ વિચારવું જોઈએ કે આત્મારામજી આનંદવિજયજી ચોથી થોય કરવાનું અપવાદકારણ પોતાને હાથે જણાવીને હવે વિના કારણે સ્થાપના કરે છે, તે જેમ કોઈ મનુષ્ય એક વખત જૂઠું બોલે અને તે છુપાવવા માટે તેને વારંવાર જૂઠું બોલવું પડે છે તેમ ફક્ત પ્રતિક્રમણમાં