________________
૩૧૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર બીજા ધર્મ થકી અરિહંતના ધર્મનું અતિશયપણું સર્વ પ્રસિદ્ધપણે કરીને હતું, તેમણે જો કોઈ અપવાદપદે એટલે કારણે વિદ્યા આરાધન કરી તેવા તેમનું પણ આલંબન કરવું તે યોગ્ય નથી. જે માટે કહ્યું છે કે, જે પડતાં આલંબન કરે છે તે મિથ્યાદષ્ટિ જાણવા અને તે સમકિતદષ્ટિ છે તેમને વળી ચઢતી પ્રકૃતિ જાણવી. એ પાઠ શ્રાદ્ધપ્રતિકણસૂત્રવૃત્તિમાં શંકાકંખવિગિચ્છા એ ગાથા ની વ્યાખ્યામાં છે. એ પાઠમાં યક્ષ-યક્ષિણીના સાધારણ આરાધનથી મિથ્યાત્વપ્રસંગદોષ કહ્યો, પણ તે સમ્યગ્દષ્ટિ યક્ષ-યક્ષિણી જાણવાં. કેમ કે ગ્રંથકારે લોકોત્તરમિથ્યાત્વને અધિકારે પૂર્વોક્ત પાઠ લખ્યો છે. તેથી લૌકિક યક્ષ-યક્ષિણી સંભવ ન થાય, ને પૂજા-પ્રતિષ્ઠા વગેરે સંઘાદિ કાર્ય વિના આરાધન પ્રમુખ કરવાથી મિથ્યાત્વપ્રસંગ દોષ સંભવ થાય, અન્યથા ન થાય. કેમ કે પૂજા-પ્રતિષ્ઠા વગેરે સંઘના કાર્ય કારણમાં તો મિથ્યાષ્ટિ દેવતાઓની પણ પૂજા પ્રમુખ બહુમાન કરવામાં મિથ્યાત્વપ્રસંગદોષ પૂર્વાચાર્યોએ કહ્યો નથી, તો સમ્યગ્દષ્ટિ દેવતાઓનાં પૂજા પ્રમુખ કૃત્ય કરવામાં મિથ્યાત્વપ્રસંગદોષનો અવકાશ હોય જ ક્યાંથી ? કેમ કે જૈનશાસનનભોમણિ શ્વેતપટ્ટાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ તથા જૈનસૂત્રાર્થ કુમુદવિકાસચંદ્રિકાચંદ્ર નવાંગવૃત્તિકારક શ્રીમદ્ અભયદેવસૂરિજીએ અનુક્રમથી શ્રી પંચાશકસૂત્રવૃત્તિમાં પૂજા-પ્રતિષ્ઠા વગેરે અવસરે પૂર્વોક્ત દેવતાઓના પૂજાના બહુમાન કરવા, એમ પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરીને પ્રતિષ્ઠાના અવસરે સમ્યફ પ્રકારે સ્થાપન કર્યું છે. તે પાઠ : તથી – दिसिदेवयाणपूया सव्वेसिं तह य लोकपालाणं ।
ओसरणकमेण सव्वेसिं चेव देवाणं ॥१८॥ व्याख्या - दिग्देवतादीनामिंद्रादीनां पूजार्चनं सर्वेषां समस्तानां तथा चेति समुच्चये लोकपालानां सोमयमवरुणकुबेराणां शक्रसंबंधिनां पूर्वादिदिक्षु क्रमेण व्यवस्थितानां क्रमेणैव तु खड्गपदंडपाश३गदा४हस्तानामिति अवसरणक्रमेण समवसरणन्यायेन द्वितीयप्रकरण