________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૧૫ સપ્રત્યય શ્રી શાંતિનાથ, પાર્શ્વનાથ વગેરે પ્રતિમાઓની ઇહલોકને અર્થે આશાએ યાત્રા, માનતા વગેરે કરવી તે લોકોત્તરદેવગતમિથ્યાત્વ કહીએ. //લા અને પાર્થસ્થાદિક લોકોત્તરલિંગને વિશે ગુરુત્વબુદ્ધિએ કરીને વંદનનમસ્કાર કરવા તથા આ લોકના ફલને અર્થે ગુરુથુભ પ્રમુખની યાત્રાદિ માનતા કરવી તે લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ કહીએ. //રા અહીં વાદી પ્રશ્ન કરે છે કે જેમ વૈદ્યાદિકને વ્યાધિપ્રતિકારાદિક અર્થે એટલે ઔષધો વગેરે કારણ માટે ધન-ભજન-વસ્ત્રાદિકે કરીને બહુમાન કરે તેમ સમકિતધારી પ્રભાવવંતા પક્ષ-યક્ષિણ્યાદિકને પણ ઈહલોકફળને અર્થે પૂજે તેમાં શો દોષ? મિથ્યાત્વ તો મોક્ષના દેનારા એ છે એ બુદ્ધિએ આરાધે તો થાય. કહ્યું છે કે, અદેવમાં દેવબુદ્ધિ એટલે જે દેવ નથી તેને દેવ માને, કુગુરુને ગુરુ માને, અધર્મને વળી ધર્મબુદ્ધિએ માને ત્યારે મિથ્યાત્વ છે. વળી સાંભળીએ છીએ કે, નિર્મલ તે દઢ સમકિતવંત રાવણ, કૃષ્ણ, શ્રેણિક, અભયકુમારાદિક, તે પણ શત્રુને જીતવા, પુત્રાદિક પ્રાપ્તિ વગેરે ઈહલોકના કાર્યને અર્થે વિદ્યાદેવતાદિકોનું આરાધન કર્યું, તો ઈહલોકના કાર્યને અર્થે યક્ષાદિક આરાધન કરવામાં શું મિથ્યાત્વ છે ? એવું કહે તેને આચાર્ય કહે છે - તું કહે છે તે સત્ય છે. તત્ત્વબુદ્ધિએ વિચાર કરીએ ત્યારે તો અદેવને દેવબુદ્ધિએ માનીએ તે જ મિથ્યાત્વ, તોપણ શ્રાવકોને ઈહલોકને અર્થે યક્ષાદિકનું આરાધન કરવું વર્જવું જ, કારણ કે તેથી પ્રસંગાદિક અનેક દોષનો સંભવ છે. કેમ કે હમણાંના કાળમાં પ્રાયે ઘણા જીવ ભોળા, વક્ર બુદ્ધિવાળા છે. તે એમ વિચારે છે. આ નિર્મળ દઢ સમકિવંત મહાત્મા પણ યક્ષાદિક અન્ય દેવને આરાધે છે તો નિરો એ દેવ પણ મોક્ષ આપતાં હશે, તે માટે આપણે ભલી રીતે આરાધવા. એમ પરંપરાએ મિથ્યાત્વની વૃદ્ધિ તથા મિથ્યાત્વ સ્થિરીકરણાદિક પ્રસંગ થાય. એ પ્રત્યક્ષ દેખીએ છીએ. ઈહલોકના ફળને અર્થે આરાધે તેનું ફળ કહે છે. તથા ઈહલોકના ફળને અર્થે પણ યક્ષાદિક આરાધનારાને પણ પરલોકમાં સમકિત પામવું દુષ્કર થાય. જે માટે કહ્યું છે કે – બીજા જીવોને જે મૂર્ખ મિથ્યાત્વ ઉપજાવે તે પ્રાણી મૂર્ખ આત્મા તે નિમિત્ત વડે કરીને સમકિત નહીં પામે, એવું કેવલી ભગવંતે કહ્યું છે. વળી, દઢ સમકિતવંત રાવણ, કૃષ્ણાદિકે વિદ્યાદિક આરાધન કર્યા તે સમયે
૨૪.