________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૩૦૭ રીતે ઠેકાણે ઠેકાણે અસંબદ્ધ લખાણ કરે છે. પણ ભવ્યજીવોએ વિચાર કરવો જોઈએ કે જૈનમતમાં સૂર્ય સમાન શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાશકમૂળમાં તથા નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજીકૃત પંચાશકટીકામાં ભોળા લોકોને માર્ગની રુચિ કરાવવાને રોહિણી-અંબિકા પ્રમુખ દેવીઓને ઉદ્દેશીને તપ કરવા તથા તેમની પૂજા કરવી કહી છે. ને તે તપ પ્રમુખ ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો તે, ઇચ્છા રહિત અનુષ્ઠાન થવાનું કારણ, તેથી કહ્યો છે પણ વાંછા સહિત અનુષ્ઠાન કરવું તે મોક્ષમાર્ગ કહ્યો નથી. તથા તત્ત્વવેત્તાઓએ તો પહેલાં જ આગમવિધિ આલંબન કરીને વાંછા રહિત જ તપ પ્રમુખ અનુષ્ઠાન કરવા કહ્યાં, પણ ઇચ્છા સહિત કરવા કહ્યાં નથી. અને પૂર્વોક્ત દેવતાઓના તપ પ્રમુખ તે ઇચ્છા સહિત જ હોય, પણ વાંછા વિના હોય નહીં, તે માટે જ પૂર્વોક્ત જીવાનુશાસનમાં શ્રી દેવસૂરિજીએ તત્ત્વવેત્તા પુરુષોને પૂર્વોક્ત દેવતાઓને ઉદ્દેશીને પૂજા વગેરે અનુષ્ઠાન મોક્ષાર્થે કરવા તે દુષ્ટ કહ્યા ને વિનનિવારણા વગેરે કરવા તે ઠીક કહ્યાં, તથા તેમજ શ્રી રત્નશેખરસૂરિજીએ પણ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણદીપિકામાં વિનનિરાકરણ અર્થે પૂર્વોક્ત દેવતાઓની પ્રાર્થના-બહુમાન વગેરે કરવા કહ્યાં છે, પણ મોક્ષાર્થે કહ્યાં નથી. તે પાઠ :
ननु देवादिषु प्रार्थनाबहुमानादिकरणे कथं न सम्यक्त्वमालिन्यं उच्यते ? न हि ते मोक्षं दास्यंतीति प्रार्थ्यते बहुमन्यंते वा किन्तु धर्मध्यानकरणे अन्तरायं निराकुर्वन्तीति नैवं कश्चिद्दोषः । पूर्वश्रुतधरैरप्याचीर्णत्वादागमोक्तत्वाच्च । उक्तं चावश्यकचूर्णी श्रीवज्रस्वामिचरित्रे-"तत्थ य अब्भासे अन्नो गिरी, तं गया, तत्थ देवयाए काउस्सग्गो कओ, साऽवि अभुट्ठिआ अणुग्गहत्ति अणुन्नायमिति ॥"
ભાવાર્થ :- અહીં કોઈ વાદી તર્ક કરે છે કે દેવાદિકોને વિષે પ્રાર્થનાબહુમાન વગેરે કરવાથી સમ્યક્ત મલિન કેમ ન થાય ? પરંતુ થાય જ. તેનો જવાબ અર્થદીપિકાકાર કહે છે કે તે દેવતા અમને મોક્ષ દેશે તે માટે તે દેવતાઓની પ્રાર્થના-બહુમાન અમે કરતાં નથી, પરંતુ ધર્મધ્યાન કરવામાં વિપ્નો વેગળાં કરે છે તે માટે પ્રાર્થના કરીએ છીએ. તે માટે વિપ્ન નિવર્તન