________________
૩૦૬
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર આગામીકાળમાં મનવાંછિત ફળની સિદ્ધિ કરે તથા સુભગપણે કરીને કલ્પવૃક્ષની પેઠે સંપાદન કરે તે સૌભાગ્ય કલ્પવૃક્ષતપ કહેવાય. તથા શબ્દ સમુચ્ચય અર્થમાં છે. ઉક્ત તપથી તથા અન્ય પ્રકારના તપવિશેષથી શું ફળ થાય ? તે કહે છે - અન્ય ગ્રંથકારે પણ નાના પ્રકારના ગ્રંથોમાં કહ્યા જે તપના વિશેષ ભેદ, તેનાં ફળ તે તે શાસ્ત્રોમાં કહ્યાં છે. અહીં પ્રશ્ન કરે છે કે એ જે તપ કહ્યા તે પણ વાંછા સહિત હોવાથી મુક્તિમાર્ગમાં નથી, એવી પણ આશંકાનો જવાબ કહે છે -
એ પૂર્વોક્ત તપ જે છે તે માર્ગાનુસારીપણું પ્રાપ્ત થવાનું કારણ છે. એટલે વાંછા સહિત તપ કરવાથી ભદ્રજીવને માર્ગાનુસારીપણું પ્રાપ્ત થાય છે અને માર્ગાનુસારીપણું છે તે મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ છે અને જે મોક્ષમાર્ગની પ્રાપ્તિનું કારણ છે તે ઉપચારથી મોક્ષમાર્ગ જ કહેવાય છે. તે વાંછા સહિત તપ માર્ગાનુસારીપણાનું કારણ શાથી કહેવાય છે ? “હંદિ' શબ્દ છે તે ઉપદર્શન અર્થે છે એટલે પૂર્વોક્ત વાર્તા ઓળખાવવાને અર્થે કે કોઈક શિષ્ય ઇચ્છા સહિત અનુષ્ઠાનકાળમાં પ્રવૃત્ત થયા થકા વિનયાદિ ગુણ શીખવાથી જીવને થવાથી “નિરભિમ્પંગ” અર્થાત્ ઇચ્છા રહિત અનુષ્ઠાનને પ્રાપ્ત થાય છે એ બે ગાથાનો અર્થ | એ પાઠમાં ભોળા જીવોને પૂર્વોક્ત દેવતાઓના તપ પ્રમુખ કરવા કહ્યા તે માર્ગાનુસારી પ્રવૃત્તિમાં પ્રવર્તાવી લૌકિક મિથ્યાત્વ છોડાવવાને કહ્યા છે, પણ બુદ્ધિવાળા પ્રાણીઓને અર્થે કરવા કહ્યા નથી. તોપણ ચતુર્થસ્તુતિનિર્ણય પૃ. ૧૩૮માં "तत्त्ववेत्तायो को भी पूर्वोक्त देवतायों का तपादि करना निषेध नहीं करा है, किन्तु इस लोक के अर्थ न करना, परंतु मोक्ष के लिए करे तो निषेध नहीं ॥" ઇત્યાદિ પૂર્વાપરવિરુદ્ધ આત્મારામજી આનંદવિજયજીનું લખવું તદ્દન અસત્ય છે. કેમ કે ચતુર્થસ્તુતિનિર્ણય પૃ. ૧૪૮માં પોતે જ લખે છે કે “ને વાર मोक्षने अर्थे इन पूर्वोक्त देवतायों की पूजादि करे जब तो अयुक्त है, परन्तु વિMનિવારણાલિ તે નિમિત્ત કરે તો કુછ મી ગયુ નહીં હૈ !” એમ લખીને વળી ચતુર્થસ્તુતિનિર્ણય પૃ. ૧૩૮માં લખે છે “તથા પોતે શ્રાવ તો બી પૂર્વો તેવતાય છે. તપ ના ય મી મોક્ષમાર હા હૈ !” એ