________________
૨૯૦
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર પણ કરે છે તો ગૃહસ્થોએ તો વિશેષ કરીને આશાતના વર્જવી એ જ તીર્થકરની આજ્ઞા છે. કેમ કે તીર્થકરની આજ્ઞાનો ભંગ થાય તો તેમાંથી મોટો અનર્થ ઉપજે. એ વાત શાસ્ત્રમાં કહી છે કે “UTI ત્રેિય વર' તીર્થકરની આજ્ઞા એ જ ચારિત્ર છે ઇત્યાદિ પાઠમાં ચોથી થાય ગીતાર્થ આચરણાએ કહી.
તેમજ શ્રી જિનવલ્લભસૂરિસતાનીય શ્રી બૃહત્ ખરતરગચ્છીય શ્રી જિનપ્રભસૂરિજીએ પણ વિધિપ્રપામાં ચોથી થોય આચરણાએ કહી છે. તે પાઠ :
चत्तारि थुइउत्ति - पढमा अहियगया चइयजिणस्स बीया सव्वजिणाणं तइया सुयस्स चउत्थी आयरणाए वेयावच्चगराणं ॥"
ભાવાર્થ :- ચાર થયો તે પ્રથમ અધિકૃત જિનચૈત્યની //બીજી સાધારણ સર્વ જિનની /રા ત્રીજી શ્રુતજ્ઞાનની ફી ચોથી આચરણાએ વૈયાવૃજ્યકરણ દેવતાઓની. Ir૪
હવે પૂર્વોક્ત વિજ્ઞોપશમાદિ જે જે કારણે ગીતાર્થોએ ચોથી થાય કહેવી કહી છે તે તે ગ્રંથોના કેટલાએક પાઠ લખીએ છીએ. ત્યાં પ્રથમ સંઘાચાર ચૈત્યવંદનમહાભાષ્યમાં શ્રી શાંતિસૂરિજીએ ચોથી થોય પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ કરીને જિનવંદન એટલે જિનચૈત્યવંદનને અંતે જિનભવનરક્ષાદિકારણે સ્થાપન કરી છે. તે પાઠ : जिणवंदणावसाणे जिणगिहवासीण देवदेवीणं । संबोहणत्थमहुणा काउस्सग्गं कुणइ एवं ॥७५॥ वेयावच्चगराणं संतिगराणं सम्मद्दिट्ठिसमाहिगराणं करेमि काउस्सग्गं, अन्नत्थ उससिएणमित्यादि सूत्रं ॥
वेयावच्चं जिणगिहरक्खणपरिट्ठवणाइजिणकिच्चं । संती पडणीयकउउवसग्गविनिवारणं भवणे ॥७६॥ सम्मट्टिीसंघो तस्स समाही मणोदुहाभावो । एएसिं करणसीला सुरवरसाहम्मिया जेउ ॥७७॥