________________
ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર
૨૮૯ इयं तीर्थकृतामाज्ञा । आज्ञाभंगश्च महतेऽनर्थाय संपद्यते यदाहुः आणाइ च्चिय चरणमित्यादि ॥३८॥
ભાવાર્થ :- પર આશંકા કરે છે કે જિનાલયમાં આશાતનાઓ કહી તે ગૃહસ્થોને કાંઈ દોષ કરી શકે છે અથવા એમ જ ન કરવી કહી છે? ત્યાં કહીએ છીએ કે, સર્વ સાવદ્ય કરવામાં ઉદ્યમ યુક્ત એવા ગૃહસ્થોને ભવભ્રમણાદિક દોષ કરે તેમાં તો શું કહેવું ? પરંતુ નિવરઘ આચારમાં આસક્ત એવા મુનિઓને પણ દોષ ઉત્પન્ન કરે છે, તે કહે છે. આ આશાતનાઓ જેમાં વિવિધ પ્રકારના દુઃખની પરંપરા થાય છે એવા સંસારભ્રમણનું કારણ છે એમ વિચારીને યતિ જે તે સ્નાન નથી કરતાં, માટે મલ વડે મલિન છે દેહ જેમના એવા છે માટે તેઓ જિનમંદિરમાં નિવાસ કરતાં નથી એવો સિદ્ધાંત છે. તે જ સિદ્ધાંત વ્યવહારભાષ્યમાં કહ્યો છે તે દેખાડે છે. મિાંધ, આ શરીરને સ્નાન કરાવેલું હોય તોપણ દુર્ગધી મળ, પરસેવો એમાંથી નીકળે છે તથા બે પ્રકારનો વાયુ જે અધોવાયુ ઉચ્છવાસ-નિઃશ્વાસવાય એ બે નીકળે છે અથવા મોઢાનો વાયુ ને અધોવાયુ એ બે વહન થયા કરે છે માટે ચૈત્યમાં સાધુ રહેતાં નથી તે ઉપર આશંકા કરે છે કે આશાતનાથી ભય પામતાં વ્રતી પુરુષોએ ત્યાં ક્યારે પણ ન જવું એમ સિદ્ધ થયું. તે જગાએ ઉત્તર કહે છે કે કાઉસ્સગ્ન કર્યા પછી ત્રણ સ્તુતિઓ કહીએ ત્યાં સુધી રહેવું તે સ્તુતિઓ કેવી છે તો કે ત્રણ છે શ્લોક છંદોવિશેષરૂપ અધિક તે જેને એટલે એક શ્લોકની બે શ્લોકની ત્રણ શ્લોકની વર્ધમાન થાય અથવા સિદ્ધાણં બુદ્ધાણં એ એક શ્લોક, જો દેવાણ એ બીજો શ્લોક, ઈક્કોવિ નમુક્કારો એ ત્રીજો શ્લોક, તથા આગળની ગાથાઓ બે છે તે તથા ચોથી સ્તુતિ ગીતાર્થની આચરણાએ જ કહીએ છીએ. ગીતાર્થનું આચરણ તો મૂળ ગણધરનું કહેવું હોય તેની પેઠે જાણવું, તેમ જ સર્વ મોક્ષાર્થીઓને કરવા યોગ્ય જ છે. માટે તેટલો જ કાળ યતિઓને જિનમંદિરમાં રહેવાનો કહ્યો છે અને કોઈ કારણ હોય ત્યારે તો તેથી અધિક રહે, પણ તે વિના શેષકાળમાં જિનની આશાતનાના ભયથી સાધુએ ચૈત્યમાં ન રહેવું એમ તીર્થંકર-ગણધરાદિકે કહ્યું છે, એમ આશાતનાનો પરિવાર વતીવંત