SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થસ્તુતિકુયુક્તિનિર્ણયછેદનકુઠાર ૨૮૭ परमट्ठनिट्ठियट्ठा परमार्थेन न कल्पनामात्रेण निष्ठिता अर्थाः येषां ते तथा एकादशोऽधिकारः ॥छ। अथैवमादितः प्रारभ्य वंदितभावादिजिनः सुधीरुचितमिति वैयावृत्त्यकराणामपि कायोत्सर्गार्थमिदं पठति वेयावच्चगराणमित्यादि वैयावृत्त्यकराणां गोमुखचक्रेश्वर्यादीनां शांतिकराणां सम्यग्दृष्टिसमाधि-कराणां निमित्तं कायोत्सर्गं करोमि । अत्र च वंदणवत्तियाए इत्यादि न पठ्यते । अपि तु अन्नत्थ उससिएणमित्यादि तेषामविरतत्वेन देशविरतेभ्योऽप्यधस्तनगुणस्थानवर्तित्वात् स्तुतिश्च वैयावृत्यकराणामेव । एषः द्वादशोऽधिकारः ॥ અર્થ :- તારે ન વ નારં વા . એ પૂર્વોક્ત સિદ્ધાdio III નો તેવા પરા ફુક્કવિ રૂા એ ત્રણ થાય શ્રી ગણધર મહારાજની કરેલી તેથી કહેવી જોઈએ અને આચરણાથી અન્ય પણ કહે છે તે એ છે ઉન્નિત રૂત્યાદ્રિ પાઠસિદ્ધ છે એટલું વિશેષ સંસારકારણ નિષેધવાથી નૈષેલિકી એટલે મોક્ષ : એ દશમો અધિકાર // તથા ચત્તાર રૂત્યાદ્રિ એ પણ સુગમ છે, પણ એટલું વિશેષ કે કલ્પનામાત્રથી નહીં, પણ પરમાર્થે કરીને નિષ્ઠિતાર્થ થયા છે જેમના તે. એ અગિયારમો અધિકાર. અથ અનંતર આદિથી આરંભીને વાંઘા છે ભાવજિનાદિક તે સુંદર બુદ્ધિવંત વૈયાવૃત્યકારકોને પણ ભાવજિનાદિક વાંદાવા ઉચિત છે એવી ઉચિત પ્રવૃત્તિ જ્ઞાપક કાયોત્સર્ગને અર્થે આ પાઠ ભણવો “વેયાવચ્ચગરાણ ઈત્યાદિ”. વૈયાવૃજ્યનાં કરવાવાળા જે ગોમુખયક્ષ-ચક્રેશ્વર્યાદિક શાંતિના કરવાવાળા, સમ્યગ્દષ્ટિઓને સમાધિના કરવાવાળા એમને નિમિત્તે કાયોત્સર્ગ કરું છું. અહીં વંદણવત્તિયાએ ઇત્યાદિ પાઠ ન કહેવો, પરંતુ અન્નત્થ ઉસસિએણે ઇત્યાદિ પાઠ કહેવો. કારણ કે તેમના અવિરતપણે કરીને દેશવિરતિથી પણ નીચલા ગુણસ્થાનમાં વર્તે છે અને થોય પણ વૈયાવૃત્યકારકોની જ કહેવી એ બારમો અધિકાર. એ પાઠમાં ચોથી થોય આચરણાએ કહી, પણ કોઈ ઉજ્જિતાદિક કોયને જ આચરિત સમજે પણ ચોથી થોય આચરણાએ ન સમજે તેનો સંદેહ દૂર કરવાને કહે છે કે ઉજિજતાદિક થોય તો “નહિચ્છા' ઇત્યાદિ આવશ્યકચૂર્ણિના વચનથી શ્રુતપરંપરાએ આચરિત છે. તેમનો શંકા
SR No.022852
Book TitleChaturthstutinirnay Shankoddhar
Original Sutra AuthorN/A
AuthorDhanvijaymuni
PublisherSaudhrm Bruhat Tapogacchiya Tristutik Jain Shwetambar Sangh
Publication Year2009
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy